Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ ૯૬ કર્મનો સિદ્ધાંત અઢળક શક્તિ પેદા થાય છે. મોટી મોટી આગગાડી તે સહેજ રમતમાં ખેંચી જાય છે. આમ, કર્મ અને અકર્મ અને અસામાન્ય છે. એક પ્રકારમાં કર્મ ખુલ્લું છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પાડે છે. જેની અવસ્થા આવી અવસ્થા સિદ્ધ થયેલી હોય તેની અને આળસુ માણસની વચ્ચે મોટો ફેર છે. - સૂર્ય જાતે કશા હોંકારા કરતો નથી પણ તેને જોતાંની સાથે પક્ષીઓ ઊડવા માંડે છે, ઘેટાં-બકરાં નાચવા માંડે છે. વેપારીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરમાં જાય છે, અને જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય એટલું જ પૂરતું છે. એટલાથી અનંત કામો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે. ૪૧. (૨) કર્મ અને અકર્મમાં જ્ઞાનીઓ પણ ગૂંચવાય છે ? ભગવાન ગીતામાં કબૂલ કરે છે કેકિં કર્મ કિં અકર્મ ઇતિ કવયઃ અપિ અત્ર મોહિતાઃા (ગી. ૪/૧૬). કર્મ શું છે અને અકર્મ શું છે એવા આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો (કવિઓ) પણ મોહિત થઈ ગયા છે. કર્મ શું છે અને અકર્મ શું છે તેમાં બુદ્ધિમાન માણસો પણ નિર્ણય કરી શક્તા નથી. આ વાત દેખીતી રીતે બહુ વિચિત્ર લાગે છે. કારણ કે કર્મ શું છે ને અકર્મ શું છે તે તો સાધારણ બુદ્ધિનો અને અભણ માણસ પણ સમજી શકે. કર્મ શું કહેવાય અને કર્મ શું ના કહેવાય તે તો આપણે બધા સાધારણ જીવો પણ જાણતા હોઈએ તેવું લાગે છે. તો પછી ભગવાન એમ કેમ કહે છે કે બુદ્ધિમાન માણસો એટલે કે જ્ઞાનીઓ પણ કર્મ અને અકર્મનો ભેદ સમજી શકતા નથી. માટે ભગવાનની વાણીમાં કંઈક ગૂઢ અર્થ સમાયેલો છે, જે આપણે જાણવો જોઈએ. કદાચ આપણે જેને કર્મ કહીએ છીએ તે ભગવાનના અર્થમાં કર્મ નહિ ગણાતું હોય અને આપણે જેને અકર્મ માનીએ છીએ તે કદાચ અકર્મ નહિ હોય. ગીતાની ભાષા અટપટી નથી. પરંતુ જીવન અટપટું છે એટલે આપણને એવું લાગે છે. આપણે જેને કર્મ કહીએ છીએ તે ખરેખર કર્મ Action નથી હોતું પરંતુ ઘણે ભાગે તે પ્રતિકર્મ Reaction હોય છે. કોઈ પણ આપણને ગાળ દે અને આપણે તેની સામે ગાળ દઈએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110