________________
૧૦૦
કર્મનો સિદ્ધાંત જ્યારે તમે બહારની ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરો છો ત્યારે તમે અંદર મનોમન ઘણું કર્મ કરો છો. તમે દેખાઓ છો કર્મહીન પણ અંદરખાને તમે અત્યંત સક્રિય છો. પલંગમાં હાથપગ લાંબા કરીને સૂઈ જાઓ એ અકર્મ ના કહેવાય. તમારું મન બજારમાં ભમતું હોય છે, કોઈને ગાળો દેતું હોય છે, કોઈની પ્રશંસા કરતું હોય છે, ના જાણે કેટલા કર્મો કરતું હોય છે ! જેટલું કર્મ તમે ભાડાં ખર્ચાને, દોડાદોડીને, ખૂબ વખત બગાડીને પણ ન કરી શકો તેટલું કર્મ તમે પલંગમાં પડયા પડયા વગર ભાડું ખર્ચે, વગર દોડાદોડ કર્યો, વગર ટાઇમ બગાડયે કરતા હો છો. એટલે તે અકર્મ ન કહેવાય.
રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યા પડ્યા ઊંઘો છો ત્યારે પણ તમે સ્વપ્નાવસ્થામાં આખી રાત દોડાદોડ કરો છો, રડો છો. ચોરી. વ્યભિચાર, હત્યા વગેરે જે તમે દિવસ દરમિયાન કરી શકતા નથી તે પણ તમે રાત્રે સ્વપ્નાવસ્થામાં કરો છો. આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે. એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો તેમ ના કહેવાય.
અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયતકર્મ થતું હોવા છતાં અંતરના મનમાં કર્મફળની કોઈ કામના, વાસના, આસક્તિ, રાગદ્વેષ ન રહે અને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વરપ્રીત્યર્થે સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજ ભાવે થયા કરે છે.
આવી રીતે કર્મ અને અકર્મ વચ્ચેનો નાજુક અને સૂમિ વિવેક જે સમજે છે તે જ બુદ્ધિમાન ગણાય છે એમ ભગવાન કહે છે. અકર્મ એટલે આંતરિક મૌન, અંતરમાં કર્મના તરંગો ના ઊઠે-કર્મફળમાં આસક્તિ-રાગદ્વેષ-વાસના ના જાગે પરંતુ બહારથી કર્મનો અભાવ ન દેખાય તેનું નામ અકર્મ. જયારે અંતરમાં કર્મની વાસના ઊઠે ત્યારે કર્તા બની જાય. પરંતુ કર્મફળની વાસના-આસક્તિ-રાગદ્વેષ અંતરમાં ના રહે તો તે કર્મનો કર્તા પણ ના બચે. કર્તા શૂન્ય થઈ જાય. માત્ર નિષ્કામ કર્મ જ રહે તેનું નામ અકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org