________________
કર્મનો સિદ્ધાંત
૯૯
કહેવા માગો છો, પરંતુ શબ્દોથી કહી શકતા નથી તેથી આંખમાં આંસુ કાઢીને, પગે માથું મૂકીને આવા ઇશારા - gestures કરીને કહો છો, તે હું સમજી શકું છું.’
પેલા માણસે કહ્યું : ‘હું ક્ષમા માગવા આવ્યો છું. મને ક્ષમા કરો.'
બુદ્ધે કહ્યું : ‘હું શા માટે ક્ષમા કરું ? મેં ગઈ કાલે તમારી ઉપર ક્રોધ કર્યો જ નથી, પછી ક્ષમા કરવાનો સવાલ રહેતો નથી. જેવી રીતે કાલે તમે થૂંક્યા એવી રીતે આજે તમે મને પગે પડયા. બસ,વાત ખતમ થઈ ગઈ. એથી વધારે કર્મમાં પડવાની મારી શી જરૂર? હું કોઈ તમારો ગુલામ નથી કે તમે કહો ત્યારે ક્રોધ કરું અને તમે કહો ત્યારે ક્ષમા કરું.’
પ્રતિકર્મ ગુલામી છે, જે બીજાં તમારી પાસે કરાવે છે. જે ગુલામ નથી પરંતુ સ્વતંત્ર છે તે કર્મ કરે છે, પ્રતિકર્મ કરતો નથી. એટલે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ અને અકર્મનો ભેદ બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી.
અકર્મ (Inaction) નો અર્થ પણ આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી સમજી લેવો જોઈએ. કાંઈ પણ ના કરવું, માત્ર ખાલી બેસી રહેવું (Non-action) તેને આપણે અકર્મ – Inaction સમજીએ છીએ તે બરાબર નથી.
:
બિલકુલ કાંઈ કર્મ કરવું જ નહિ તેને (નૈષ્કર્મને) અકર્મ કહેવાય નહિ. તેણે નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત કરી ગણાય નહિ. ભગવાન ગીતામાં કહે છે કે : ન કર્મણાં અનારંભાત્ નૈષ્કર્મા પુરુષોડશ્રુ તે । ન ચ સંન્યસનાદેવ, સિદ્ધિ સમધિગચ્છતિ II
(ગી. ૩/૪) કોઈ પણ કર્મનો આરંભ ના કરવો અને કહો કે કર્મ માત્રનો સંન્યાસ-ત્યાગ કર્યો છે માટે મેં નૈષ્કર્મી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે વાત ખોટી છે. આપણે અકર્મણ્યતા (Non-action)ને, અકર્મ (inaction) સમજીએ છીએ તે ખોટું છે. કાંઈ પણ ના કરવાથી અકર્મ ના થઈ શકે. કારણ કે તમે કાંઈ પણ કરતા નથી હોતા અને હાથપગ જોડીને, આંખ-કાન-જીભ બંધ કરીને બેસી રહ્યા હો છો ત્યારે પણ તમે ઘણાં કર્મ કરી રહ્યાં છો. માત્ર બધી ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને મનથી અનેક જાતના સંકલ્પવિકલ્પ કરો, કામનાઓના અને વાસનાઓના વિચાર કરો તો તે પણ કર્મ કહેવાય અકર્મ ના કહેવાય. આમ કરવાથી તો ઊલટું તમે મિથ્યાચાર (Hypocricy) કર્યો ગણાય. અને તે માણસ તો વિમૂઢાત્મા ગણાય.
ભગવાન ગીતામાં આ વાત સ્પષ્ટ રીતે કહે છે
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય, ય આસ્તે મનસા સ્મરન્ ઇન્દ્રિયાર્થાત્ વિમૂઢાત્મા, મિથ્યાચારઃ સ ઉચ્યતે II
Jain Education International
For Private & Personal Use Only
(ગી. ૩/૬)
www.jainelibrary.org