________________
કર્મનો સિદ્ધાંત
આપણે જે ગાળ દીધી તે આપણું કર્મ – Action ના ગણાય પરંતુ તે પ્રતિકર્મReaction કહેવાય.
૧૭
કોઈ આપણું બહુમાન હાર પહેરાવે અને આપણે તેની પ્રશંસા કરીએ – આનંદિત થઈએ તે આપણે આનંદિત થયા, પ્રશંસા કરી તે આપણું કર્મ Action નહિ પરંતુ પ્રતિકર્મ – Reaction ગણાય.
ખરેખર તો આપણે મોટે ભાગે જીવનમાં કર્મ નહિ પરંતુ પ્રતિકર્મ Reaction જ કરતા હોઈએ છીએ. આપણાં તમામ કર્મ મોટે ભાગે આપણી અંદરથી, સહજભાવે, સ્વાભાવિક સ્ફુરણાથી Spontaneous થતાં હોતાં નથી. પરંતુ બહારનાં પરિબળોથી પ્રેરાઈને કરાતાં હોય છે.
કોઈ આપણને ધક્કો મારે અને આપણને ક્રોધ આવી જાય, કોઈ આપણું બહુમાન કરે અને આપણો અહંકાર જાગ્રત થાય, કોઈ આપણને ગાળ દે અને આપણે તેને સામી ગાળ દઈએ. કોઈ આપણને પ્રેમના શબ્દો કહે ને આપણે ગદિત થઈ જઈએ, આ બધાં આપણાં પ્રતિકર્મ Reaction છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ તો કોઈ આપણને ગાળ દે ત્યારે આપણે સામી ગાળ દેતા નથી પરંતુ દેવી પડે છે. જો તમે ગાળ દો તો તે કર્મ અને ગાળ દેવી પડે તો તે પ્રતિકર્મ કહેવાય, પરંતુ મને કોઈ ગાળ દે અગર ધક્કો મારે છતાં તમે ઉપેક્ષાવૃત્તિથી તેને સામી ગાળ ના દો તો તમે ગાળ ના દેવાનું કર્મ કર્યું ગણાય. એવી જ રીતે તમારું કોઈ બહુમાન ના કરે તો પણ તેની પ્રશંસા કરો. તમે તે પ્રશંસા કરવાનું કર્મ કર્યું ગણાય. તમને કોઈ પ્રેમના શબ્દો ના કહે છતાં તમે તેના પ્રત્યે પ્રેમભાવે ગદ્ગદિત થઈ જાઓ તો તે તમારું કર્મ ગણાય.
કર્મ એટલે સહજ સ્વાભાવિક રીતે સ્વેચ્છાએ Spontaneous_સ્વધર્મ સમજીને કરેલું નિયત અને શાસ્ત્રવિહિત કર્મ – Prescribed action, જે શુદ્ધબુદ્ધિ, વ્યાવસાયાત્મિકા બુદ્ધિની સ્ફુરણાથી પ્રેરિત – inspired થયેલું હોય તે કર્મ. જ્યારે પ્રતિકર્મ એટલે બહારનાં પરિબળોથી પ્રયુક્ત થયેલું Propelled મજબૂરીથી કરેલી ક્રિયા.
ભગવાન બુદ્ધ સંબંધી એક વાર્તા મારા વાંચવામાં આવી છે.
એક માણસ ભગવાન બુદ્ધ ઉપર થૂંક્યો. બુદ્ધે સહજ ભાવે પોતાની ચાદર વડે તે થૂંક લૂછી નાખ્યું અને બિલકુલ મનમાં પણ ક્રોધ લાવ્યા સિવાય સ્વાભાવિક ભાવથી પૂછ્યું કે ‘બીજું કાંઈ કહેવું છે ?''
પેલો માણસ એકદમ વિચલિત થઈ ગયો. અને થોડો ખચકાયો. શું જવાબ આપવો તે તેને સૂઝ્યું નહિ. બુદ્ધ કંઈક પ્રતિકર્મ કરશે, કંઈક ગુસ્સો કરશે, કેમ થૂંક્યો એવું કાંઈ પૂછશે તે આશાથી તે માણસ પોતાનો સાચો જવાબ તૈયાર કરી આવેલો. પરંતુ આવું કાંઈ બન્યું નહિ તેથી તે દ્વિધામાં પડી ગયો, મુશ્કેલીમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International