________________
કર્મનો સિદ્ધાંત
અને તમારા ઋણાનુબંધ પૂરા થાય કે તુરત જ છૂટા થઈ જાય. તમારું કરેલું ક્રિયમાણ કર્મ પાકીને તમારા પ્રારબ્ધરૂપે સામું આવે અને તે પૂરેપૂરું જીવનકાળ દરમિયાન ભોગવી લો, પછી જ દેહ છૂટે.
યસ્માતું ચ યેન ચ યથા ચ યદા ચ યતુ ચ થાવતુ ચ યત્ર ચ શુભાશુભમાત્મકર્મ તસ્માતુ ચ તેન ચ તથા ચ તદા ચ તથ્ય
તાવત્ ચ તત્ર ચ વિધાતૃવશાત્ ઉપતિ જેમાંથી, જેનાથી, જેવી રીતે, જ્યારે જેટલા વખત માટે જ્યાં શુભ, અશુભ ક્રિયમાણ કર્મ કરેલાં હોય, તેમાંથી જ અને તેનાથી જ, અને તેવી જ રીતે અને ત્યારે જ તેટલા વખત માટે જ અને ત્યાં જ પ્રારબ્ધ બનીને તમને આવી મળે.
મુખ્ય પ્રધાન તેમના પટાવાળા ઉપર અત્યંત ખુશ થઈ જાય, તો પણ તેની કલેક્ટરની ખુરશીમાં નિમણૂક ન જ કરી શકે.
તુષ્ટોડપિ રાજા યદિ સેવકભ્યો ભાગ્યાતુ પરમ્ નૈવ દદાતિ કિંચિત્ અહર્નિશ વર્ષતિ વારિવાહ તથાપિ પત્રન્નિત્રયઃ પલાશઃ |
રાજા તેના નોકર ઉપર ગમે તેટલો સંતુષ્ટ થઈ જાય તો પણ તેને ભાગ્યથી જરા પણ વધારે કાંઈ જ આપી શકે નહિ અને પરાણે કરીને આપવા જાય તો તે પેલાના હાથમાંથી છટકી જાય. ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠેય દિવસ વરસાદ વરસે તો પણ પલાશના છોડને માત્ર ત્રણ જ પાંદડાં ફૂટે, ચોથું ના ફૂટે !
વસંતઋતુ આવે ત્યારે જગતમાં તમામ વૃક્ષોને નવાં પાન આવે પરંતુ કેરડાના ઝાડને નવાં પાન ના આવે, તેમાં વસંતઋતુનો દોષ નથી. સૂર્યનારાયણ ઊગે ત્યારે આખી દુનિયામાં બધાને દેખાય, પરંતુ ઘુવડને ના દેખાય, તેમાં સૂર્યનારાયણનો દોષ નથી. ચોમાસામાં વરસાદ ગરીબ અને તવંગર તમામના ઘર ઉપર સરખી રીતે જ વરસે છે. પરંતુ ચાતક પક્ષી મોઢું ફાડીને બેસી રહે તો પણ તેના મોંમાં ટીપું પણ પાણી ના પડે તેમાં વરસાદનો દોષ નથી.
પત્ર નૈવ યદા કરીરવિટપે દોષી વસંતસ્ય કિમ્ નોલૂકોપ્ટવલોકતે યદિ દીવા સૂર્યસ્ય કિં દૂષણમ્ | ધારા નૈવ પતત્તિ ચાતકમુખે મેઘસ્ય કિં દૂષણમ્
થતુ પૂર્વ વિધિના લલાટ લિખિતમ્ તત્ માર્જિતું કઃ ક્ષમા ! પ્રારબ્ધમાં જે નિર્માણ થયું હોય તેને કોઈ ભૂંસી શકે નહિ. માણસના જન્મ પછી છઠ્ઠીના દિવસે વિધાતા તેના છઠ્ઠીના લેખ લખવા આવે છે તેવી આપણામાં માન્યતા છે. આ વાત કદાચ સાચી હોય તો પણ માણસે જે ક્રિયમાણ કર્મ કર્યા હોય અને તે પાકીને જેવું અને જેટલું પ્રારબ્ધ તેનું નિર્માણ થતું હોય તેનાથી જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org