Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ કર્મનો સિદ્ધાંત ૪૫ વિયોગે મૃત્યુ થવાનું પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરી શક્યા નહિ અને તેમને ઓછામાં ઓછા ચૌદ વરસનું પણ extension – પુનર્જીવન આપી શક્યા નહિ. જે રામના ચરણરજના સ્પર્શ માત્રથી શલ્યાની અહલ્યા થઈ શકે, પથ્થરને પણ જે જીવતદાન આપી શકે તે ભગવાન ખુદ પોતે પોતાના પિતાને જીવતદાન આપી શક્યા નહિ, કારણ કે અહલ્યાનાં પાપ પૂરાં થઈ ગયાં હતાં અને તેનું પ્રારબ્ધ જીવતદાન આપવા તૈયાર થઈ ગયું હતું. જ્યારે રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફલ આપવા સામે ઊભું હતું. તેમાં ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરે નહિ એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટતા કરી કે – ન કર્તુત્વ ન કમણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલસંયોગે સ્વભાવસ્તુ પ્રવર્તત ! નાદને કસ્યચિત્પાપ ન ચૈવ સુકૃત વિભુઃ. અજ્ઞાનેનાવૃતં જ્ઞાન તેન મુક્તિ જત્તવઃ | (ગી. પ/૧૪-૧૫) ગવર્નરે કાયદો કર્યો હોય કે વાહન ડાબી બાજુએ હાંકવું પછી ખુદ ગવર્નર જે જમણી બાજુએ તેમની મોટર હંકારે તો નાનામાં નાનો પોલીસવાળો તેમની મોટરને રોકી શકે અને તેમાં ગવર્નરનું કાંઈ ચાલે નહિ. ભગવાને કરેલાં કર્મનો કાયદો તેનું ચુસ્તપણે પાલન થાય તેમ ભગવાન ઇચ્છે છે તો માણસોએ તેમની આજ્ઞા પ્રમાણે ભક્તિયોગ દ્વારા પોતાનાં પ્રારબ્ધકર્મને ભોગવી લેવાં. ૨૯. ભગવાન પાસે આપણે શું માગીએ છીએ? ભગવાન પાસે આપણને માગતાં પણ આવડતું નથી. આપણે ભગવાન પાસે એવી માગણી કરીએ છીએ કે મેં પાપકર્મ કરેલાં છે તેના ફળસ્વરૂપે મારી સામે દુઃખ આપવા પ્રારબ્ધ ખડું થયું છે. તે ફળ મારે ભોગવવું ના પડે તેવું કરો. આવી ગેરવાજબી માગણી ભગવાન સ્વીકારે નહિ. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની સિફારસ કે લાગવગનો ઉપયોગ ના કરાય. જગતમાં જે મહાન ભગવદ્ભક્તો થઈ ગયા છે, તેમણે તેમના પ્રારબ્ધમાં આવેલાં દુઃખ પ્રેમપૂર્વક ભોગવી લીધાં છે. તેથી દુનિયાની દૃષ્ટિએ ભક્તો દુઃખી થતા જણાયા છે. કુંતા માતા શ્રીકૃષ્ણની ફોઈ થતાં હતાં. તેમણે ઘણાં કષ્ટ સહન કર્યા છે. છતાં તેમણે ભગવાન પાસે એવી માગણી કરેલી છે કે – વિપદઃ સન્તુ નઃ શાશ્વત્ અમોને સદાકાળ દુઃખ પડો. આપણે કોઈ દિવસ આવી માગણી કરતાં નથી. નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગણી કરી કે મારું નખ્ખોદ જજો. નરસિંહ, મીરાં, કુંતાજી–આ બધા ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયાં. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો અને દીકરી રાંડીને ઘેર આવી. બૈરું મરી ગયું, નાત બહાર મુકાયા. મીરાં પોતાના પતિથી અલગ થઈ ગયાં. પતિએ ઝેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110