________________
કર્મનો સિદ્ધાંત
અને ઇન્દ્રિયોની વિષયો તરફની આસક્તિ મોક્ષમાર્ગ તરફની આપણી ઝડપને અવરોધે છે. આસક્તિઓનો વળગાડ અને આકર્ષણ જીવને મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરતા રોકે છે, અવરોધે છે. ૩૪. (૧) કર્મચોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ
પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ. જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુને કર્મમાર્ગનો અધિકારી હતો. ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઇચ્છા જણાવી પરંતુ ભગવાને તેને યુદ્ધ સમયે સંન્યાસ લેવાની ના પાડી, અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો. વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા. તેથી મહાભારતના યુદ્ધ દરમિયાન તેઓને જાત્રાએ જવાની છૂટ આપી. ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી જીવ હતા. તેથી એકાદશ સ્કંધમાં ભગવાને તેમને જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો.
દરદીની નાડ પારખીને જેમ વૈદ્ય એક દરદીને એવી સલાહ આપે કે તારે દહીં જ ખાવું, બીજું કાંઈ ખાવું નહિ; જ્યારે બીજા દરદીને એવી સલાહ આપે છે તું જો જરા પણ દહીં ખાઈશ તો મરી જઈશ. એ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય તે પ્રકારનો ઉપદેશ તેનું કલ્યાણ કરે. આખરે તો ત્રણે માર્ગ આગળ જતાં ભેગા થઈ જાય છે. ત્રણમાંથી ગમે તે એક માર્ગ ઉપર જનારો જીવ આખરે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે. જેમ –
“સર્વદેવ નમસ્કાર કેશવ પ્રતિગચ્છતિ ” અમદાવાદથી વડોદરા થઈને બ્રોડગેજ ઉપર દિલ્હી જઈ શકાય અને અમદાવાદથી મહેસાણા થઈને મીટરગેજ ઉપર થઈ દિલ્હી જઈ શકાય. રસ્તો બ્રોડગેજ હોય કે મીટરગેજ હોય, પરંતુ બંને રસ્તા છેવટે દિલ્લીમાં ભેગા થઈ જાય.
જનકાદિ રાજાઓ કર્મમાં પ્રવૃત્ત થયા. નરસિંહ, મીરાં, ગોપીઓ ભક્તિમાર્ગમાં ગયાં, જ્યારે અક્રૂર, ઉદ્ધવ, શંકરાચાર્ય જ્ઞાનમાર્ગ ઉપર ગયા. જે જેનો જેવો અધિકાર. નરસિંહ ભક્તિમાર્ગ ઉપર ગયા. પરંતુ આખરે ભક્તિમાર્ગ આગળ જતાં જ્ઞાનમાર્ગ સાથે ભેગો થઈ જાય છે. નરસિંહ ભક્તિમાર્ગમાં હોવા છતાં તેમનાં પદોમાં નર્યું જ્ઞાન નીતરે છે તે જુઓ :
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુન્ડલ વિષે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
કર્મમાર્ગ એ બ્રોડગેજનો રસ્તો છે, ધોરી રાજમાર્ગ છે. ભણેલો, અભણ, વિજ્ઞાની બધી જ કક્ષાના જીવો આ રાજમાર્ગ ઉપર આંખો મીંચીને ચાલે તો પણ પડવાનો ભય નથી. શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે ન્યાય, નીતિ, ધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org