________________
પ૬
કર્મનો સિદ્ધાંત પોતાનું નિયત કર્મ કરતાં કરતાં જીવનનું એકએક કર્મ ભક્તિ બની જાય છે. હજામત કરતાં કરતાં, કસાઈનો ધંધો કરતાં કરતાં, ગોરા જેવો કુંભારનો ધંધો કરતાં કરતાં પણ અનેક ભક્તો કર્મમાર્ગમાં ન્યાય, નીતિ, ધર્મથી, શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે વર્તીને તેમના પ્રત્યેક કર્મને તેઓ ભક્તિમય બનાવી શક્યા છે, જ્યાં તેમની પ્રત્યેક ક્રિયા ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે.
શંકરના શિવલિંગ ઉપર મંત્ર બોલીને પચાસ કળશા પાણી ઢોલતા ન આવડે તો કંઈ નહિ પરંતુતે કળશા પાણી વડે માતા પોતાના ગંદા થયેલ બાળકને નવડાવીને શુદ્ધ કરે અને બાળકને નવડાવતી વખતે એવી ભાવના કરે કે હું શંકર ભગવાનને અભિષેક કરી રહી છું. તો તે વખતે પોતાના ગંદા બાળકને નવડાવવાની ક્રિયા શંકરની ભક્તિમય બની જાય છે. પરંતુ જો તે આખો દિવસ શિવલિંગ ઉપર કળશ ઢોળ્યા કરે અને પોતાના બાળકને ગંદું રાખે તો તેને શંકરની ભક્તિનું કંઈ પણ ફળ પ્રાપ્ત થાય નહિ.
કર્મમાર્ગ ધોરીમાર્ગ છે. ભક્તિમાર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતાના બારમા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આપ્યા મુજબ ભક્તિનાં લક્ષણો પ્રાપ્ત કરવાં પડે. જ્ઞાનમાર્ગ તદ્દન ટૂંકો પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. ગોસ્વામીજી લખે છે કે –
* જ્ઞાન પંથ કૃપાણ કૈ ધારા જ્ઞાનમાર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાનમાર્ગ ઘણો જ ટૂંકો માર્ગ છે પરંતુ અટપટી ગલી કૂંચીઓવાળો માર્ગ છે. તેમાં જવા માટે સાથે ગલીકૂંચીઓનો જાણીતો ભોમિયો હોય તો જ જવાય, નહિ તો ગલી કૂંચીઓની બહાર નીકળતાં પણ ન આવડે, ગૂંચવાઈ જવાય. તેમ જ્ઞાનમાર્ગે જવા માટે તેનો જાણકાર સમર્થ સદ્ ગુરુ જોઈએ. ૩૪. (૨) ભક્ત અને જ્ઞાની :
ભક્ત બિલાડીના બચ્ચા જેવો છે અને જ્ઞાની વાંદરીના બચ્ચા જેવો છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી સાત દિવસ સુધી આંધળું રહે છે. તેને બિલાડી પોતાના મોંમાં ઘાલીને સાત ઘર ફેરવે છે. બિલાડીનું બચ્ચું માની અનન્ય શરણાગતિ સ્વીકારે છે. બિલાડી તેના બચ્ચાને ચૂલામાં મૂકે કે પછી પાણી ભરેલા તપેલામાં મૂકે તેને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકે, તેમાં બચ્ચે કંઈ જ બોલે નહિ. પરંતુ બિલાડીને પોતાના બાળકની ઘણી જ ચિંતા હોય છે. અને તે તેને ઘણી જ કાળજીથી સાચવીને ફેરવે છે.
ત્યારે વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે. વાંદરી કુદવાની થાય કે તરત જ બચ્યું તેની છાતીએ વળગી પડે છે. વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે તે વખતે બચ્યું તેની માને ચપસીને ઝાલી રાખે છે, નહિતર પડે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org