Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad
View full book text
________________
કર્મનો સિદ્ધાંત પટાવાળો કે એક કલેક્ટર અગર તો કોઈ ઘાંચી, મોચી, ગોલો, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેકેદરેક ક્ષણ-ખાતાંપીતાં, ઊઠતા બેસતાં, નહાતાં-ધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.
ઘણાં કહેવાતા ભણેલાઓ અને મોટા માણસો યોગ શબ્દ સાંભળીને ભડકે છે. તેઓ કહે છે કે ના ભાઈ'સાબ ! યોગ અમે ના કરી શકીએ, કારણ કે યોગ કરવા માટે અમને જરાયે ફુરસદ નથી. આખો દિવસ નોકરી-વેપાર-ધંધામાંથી ઊંચા આવતા નથી. ત્યાં યોગ ક્યારે કરીએ?
સવારમાં ઉઠ્યો ત્યાં તો બૈરાં-છોકરાં માંદસાજાં હોય, તેમને દવાખાને લઈ જવાં, લાવવાં, રેશનિંગની દુકાને લાઈનમાં ઊભા રહેવાનું નોકરી-ધંધામાંથી સાંજે ઘેર થાક્યાપાક્યા આવીને ત્યાં વેવાઈ-વેવાણો, સગાંવહાલાંઓની અનેક જાતની વહેવારિક ઉપાધિઓ વગેરેમાંથી ઊંચાં જ આવતાં નથી ત્યાં યોગ કરવાની ફુરસદ ક્યાં કાઢવી?
યોગનો સાચો અને વ્યવહારુ અર્થ આ લોકો સમજ્યા જ લાગતા નથી. તેઓએ તો અવારનવાર કથા-વાર્તામાં કોઈ વખત, ક્યારેક ગયા હોય ત્યાં ધંધાદારી પંડિતો, કથાકારો પાસેથી એવું જોયું કે સાંભળ્યું હોય છે કે યોગ એટલે ૪ કલાક નાક દબાવીને બેસી રહેવું – અગર તો ઝાડની ડાળ ઉપર ટાંટિયા બિઝાડીને ઊંધે મસ્તકે લટકવું, અગર તો ભોયમાં માથું ઘાલીને પેસી રહેવું. અગર તો ધૂણી ધખાવીને રાખ ચોળીને બેસી રહેવું. તે યોગ કહેવાતો હશે ? આ જાતના યોગ કરવાની તેમને ફુરસદ નથી. યોગનો સરળ, સાદો અને દરેકને સુલભ એવો અર્થ ભગવાને ગીતામાં સમજાવ્યો છે. ૩૬. (૬) યોગ: કર્મસુ કૌશલમ્
ગીતા યોગશાસ્ત્ર છે એટલે એમાં યોગની વ્યાખ્યા આપેલી જ હોય. જેમ કોઈ કાયદાનું પુસ્તક હોય તો તેમાં જે ખાસ શબ્દો Technical words વપરાતા હોય તેવા શબ્દોની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતની કલમોમાં આપેલી હોય છે. દા.ત., જમીન-મહેસૂલનો કાયદો – Land Revenue code તેમાં “જમીન'' – Land' એટલે શું ? તેની વ્યાખ્યા શરૂઆતની કલમોમાં આપેલી છે. ગણોતધારો –Tenancy Act. તેમાં “ગણોતિયો એટલે શું?” “જમીનદાર એટલે શું?' તેની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતની કલમોમાં આપેલી છે. એવી જ રીતે યોગશાસ્ત્ર(ગીતા)માં યોગની વ્યાખ્યા ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે ગીતામાં આપેલી
જીવવ્યવહારમાં ઊતરી શકે તેવી યોગની વ્યાખ્યા કરતાં ભગવાન શ્રીકૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110