________________
કર્મનો સિદ્ધાંત
S૫
ભગવાને એટલા માટે કહ્યું કે –
નિયત કર કર્મ – કર્મજ્યાયો હિ અકર્મણઃ |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ અકર્મણઃ | (ગી. ૩૮) તારે તારે નિયત કર્મ કરવું જ પડશે. અને તેમ નહિ કરે તો તારી શરીરયાત્રા પણ અટકી પડશે. કર્મનો સદંતર ત્યાગ કરવો તે વ્યક્તિને માટે તેમજ આખા સમાજને માટે ખતરનાક નીવડે છે. - ભગવાન કહે છે આ સંસારમાં અને ત્રણે લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય બાકી નથી. મારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે છોડવાની નથી. રાગ અગર ત્યાગ – બંનેથી હું સદા મુક્ત છું. આ ત્રણ લોકમાં મળી શકતાં તમામ આનંદ અને સુખ અને સદા પ્રાપ્ત છે. હું સદા તૃપ્ત અને આપ્તકામ છું–કૃતકૃત્ય છું. તેમ છતાં હું સદા કર્મ કરતો રહું છું. હું જે આ અર્જુનના સારથિનું કામ કરું છું. તેથી મને કાંઈ મળવાનું નથી. હું જે કામ કરું છું તે કરું અગર ના કરે તો પણ મારા આનંદમાં કંઈ જૂનાધિકતા થવાની નથી. તેમ છતાં લોકસંગ્રહને દૃષ્ટિમાં રાખીને જ હું કામ કરું છું, કારણ કે શ્રી શંકરની પૂજા ન કરું તો મારી પૂજા પણ કોઈ ના કરે. જો ભગવાન શ્રીકૃષ્ણ સ્નાન, દેવપૂજા આદિ ના કરે તો જગતના લોકો પણ તેવા કર્મોથી વિમુખ થઈ જાય.
ભગવાન આ ગીતામાં સ્પષ્ટ રીતે કહે છે કે, ન મે પાર્લાસ્તિ કર્તવ્ય ત્રિષ લોકેષુ કિંચના નાનવાખમવાખવ્યું વર્ત એવ ચ કર્મણિ છે. યદિ અહં ન વર્તેય જાતુ કર્મણ્યતંદ્રિતઃ. મમ વર્તમાનુવર્તન્ત મનુષ્યાઃ પાર્થ સર્વશઃ (ગી. ૩૨૨-૨૩)
મહાભારતનું યુદ્ધ કૌરવો-પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં લડાયું. તે વખતે ભગવાન દ્વારકામાં બેઠા બેઠા આરામ કરતા હોત અને મોજ-મજા ઉડાવતા હોત તો શું વાંધો હતો ? પાંડવો જીતે તો શ્રીકૃષ્ણના કોઈ ગામડાનો ગરાશ કે બીજું કંઈ ઈનામ નહોતું મળવાનું, અને કૌરવો જીતે તો ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાની ગાદીનો કોઈ વાંધો આવવાનો નહોતો. પછી ભગવાન શ્રીકૃષ્ણ શા માટે નાહકની ઉપાધિમાં પડે અને દ્વારકાથી છેક કુરુક્ષેત્ર સુધી લાંબા થાય? દ્વારકામાં બેઠા બેઠા આરામ ના કરે ? પણ ના, જ્યારે ધર્મયુદ્ધ ખેલાતું હોય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જેવો યોગેશ્વર અને કર્મયોગી જોઈ ના રહે. કોટિ બ્રહ્માંડનો માલિક દેવ અર્જુનના રથના ઘોડાની લગામો એક હાથમાં લઈને બીજા હાથમાં ચાબુક લઈને રથ હાંકવા બેઠો. અર્જુનની ખાસદારી કરી.
ખાસદારી કીધી ખાસદારી, દેવાધિદેવે ઉમંગ ધારી – કીધી ખાસદારી.
તીર અશ્વોના અંગેથી કાઢી, પાણી લાવીને ખૂબ નવાડી કર્મ–૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org