________________
કર્મનો સિદ્ધાંત માણસ ઘોર પાપકર્મો કરી બેસે, પરંતુ જો તે તેના ખરા અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરીને ભગવાન સામે બે હાથ જોડીને ઊભો ઊભો નાનું બાળક રડે તેમ ધ્રુસકે ને ધ્રુસકે આંખોમાંથી ડબક ડબક આંસુ નીકળતાં હોય તેમ પોક મૂકીને રડી પડે તો ભગવાન તેની જીવનનૌકાને સંસારસાગરમાંથી ડૂબકા ખાતી અચૂક બચાવી લે.
ભગવાને એક લાખ રૂપિયાના સ્ટેમ્પ ઉપર દસ્તાવેજ લખાણ કરી આપીને ગીતામાં છાતી ઠોકીને હિંમત આપતાં કહ્યું છે કે – અપિ ચે સુદુરાચાર
ભજતે મામ્ અનન્યભાફા સાધુરેવ સ મંતવ્ય
સમ્યફ વ્યવસિતો હિ સઃ II (ગી. ૯૩૦) ક્ષિv ભવતિ ધર્માત્મા
શાશ્વત શાંતિ નિગચ્છતિ ! કૌન્તય પ્રતિજનીહિ
ન મે ભક્ત પ્રણશ્યતિ || (ગી. ૯૩૧) તેષાં અહં સમુદ્ધર્તા
મૃત્યુસંસારસાગરાત્ ભવામિ ન ચિરાતુ પાર્થ
મધ્યાવેશિતચેતસામ (ગી. ૧૨/૭) મહાનમાં મહાન પાપી પણ મારા આગળ પાપનો પશ્ચાત્તાપ કરીને રડી પડે તો હું તેને તાત્કાલિક સંસારસાગરમાં ડૂબતો બચાવી લઉં છું. તેનો હું નાશ થવા દેતો નથી. આવી હિંમત ભગવાન સિવાય બીજું કોણ આપી શકે ?
માળા નહિ ફેરવીએ, રામનામ ના લઈએ, ચંડીપાઠ ના કરીએ, ગીતાનું પારાયણ ના કરીએ, ભાગવત સપ્તાહ ના સાંભળીએ તો ચાલે, પરંતુ માત્ર આપણે પોતે અત્યાર સુધી કરેલાં તમામ પાપોનું એક લિસ્ટ આપણે જાતે બનાવીએ. (કારણ કે આપણે કરેલાં એકેએક પાપ આપણાં સિવાય બીજું કોઈ જાણતું નથી.) અને તે પાપોનું લિસ્ટ ભગવાનની પાસે બેસીને ઊંડા પશ્ચાત્તાપ સાથે રોતાં રોતાં દરરોજ વાંચી જઈએ તો પવિત્ર થઈ જઈએ. પરંતુ આપણે હક્કડ હૈયાના આટલું કરવા તૈયાર નથી. માત્ર માળા ફેરવવાનો, પારાયણ કરવાનો દંભ કરીને દુનિયાને ઠગવા નીકળ્યા છીએ અને તેથી જ હસતાં હસતાં કરેલાં પાપ કર્મના ફળરૂપે દુઃખ રોતાં રોતાં પેટ ભરીને ભોગવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org