________________
૮૯
કર્મનો સિદ્ધાંત ૪૧. (૧) અકર્મ-કર્મ-વિકર્મઃ કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. ભગવાન ગીતામાં કહે છે કે – કર્મણો સ્થપિ બોદ્ધવ્ય બોદ્ધચં ચ વિકર્મણઃ
અકર્મણક્ષ બોદ્ધવ્ય, ગહના કર્મણો ગતિઃ I (ગી. ૪૧૭) કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે કે –
કર્મણઃ ગતિઃ બોદ્ધવ્યમ્ વિકર્મણઃ ગતિઃ બોદ્ધવ્યમ્
અકર્મણશ્ચ ગતિઃ બોદ્ધવ્યા કર્મની ગતિ જાણી લેવી. વિકર્મની ગતિ જાણી લેવી. અકર્મની ગતિ પણ જાણી લેવી. કારણ કે કર્મની ગતિ ગહન છે.
આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે, તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદા જુદા ભાષ્યકારોએ આ ત્રણ શબ્દોના જુદા જુદા અર્થ તેમના મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, વિકર્મ અને અકર્મને જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતાં જણાય છે કે -
(૧) આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ “કર્મ” (Prescribed action) કહેવાય.
(૨) જેનું ફલ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકમ (Prohibited action) કહેવાય.
(૩) જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ (Inaction) કહેવાય.
સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે -
કિં કર્મ કિં અકર્મેતિ કવયોડખ્યત્ર મોહિતાઃા
(ગી. ૪/૧૬) કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે કારણ કે તેની ગતિ ગહન છે.
આ ઉપરથી એમ લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિક્રમ અગર અકર્મ નથી પરંતુ કર્તાની ભાવનાને અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત્ત કર્મ-વિકર્મ અગર તો અકર્મ(Prescribed action, Prohibited action અને Snaction)ના રૂપમાં પરિણીત થતી હોય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org