________________
કર્મનો સિદ્ધાંત માણસના અંતઃકરણમાં રહેલી અનેક જન્મ-જન્માંતરની કામનાઓ અને વાસનાઓ તેને પાપકર્મ કરવા પ્રવૃત્ત કરે છે.
એક નાની સુંદર સફેદ રંગની ધોળી સુંવાળી રુવાંટીવાળી બિલાડીને અત્તરથી નવરાવીને સરસ મજાના પફ-પાઉડર ચોપડીને, સુંદર રેશમી વસ્ત્રો પહેરાવીને ઊંચા આસનવાળી મખમલની ગાદી ઉપર ગુલાબનો હાર પહેરાવીને બેસાડી હોય તો તે ડાહીડમરી થઈને શાંતિથી કદાચ બેસી રહે, પરંતુ જો તેને એક નાની ઉંદરડી છેડે ખૂણામાં દોડતી જતી દેખાય તો તરત જ તે તેની જન્માત વાસનાના જોરે લફ દઈને ઊંચી ગાદી ઉપરથી ભૂસકો મારે જ. તેવી જ રીતે માણસ ગમે તેટલો જ્ઞાની કે પંડિત દેખાતો હોય પરંતુ તેના અંતઃકરણમાં પડેલી કામનાઓ અને વાસનાઓ ઉશ્કેરનાર સંયોગ, પદાર્થ અગર વ્યક્તિ પ્રાપ્ત થતાંની સાથે જ તે પાપકર્મ કરવા દોટ મૂકે જ, અને તેની કામનાના સંતોષની આડે આવનાર ઉપર ક્રોધ કરે જ છે. આવે વખતે તેની પાસે જે સતત સત્સંગથી પ્રાપ્ત થયેલું વિવેક અને વૈરાગ્યનું બળ ના હોય તો તેનું અધ:પતન થતાં વાર લાગે જ નહિ અને તે પાપના ફળસ્વરૂપે પેદા થયેલું દુઃખ તેને અવશ્ય ભોગવવું જ પડે. ૪૦. દરેક કર્મ ક્રિયા છે પરંતુ દરેક ક્રિયા કર્મ નથી ?
ક્રિયા અને કર્મ આ બે શબ્દોમાં ભેદ ખાસ સમજવા જેવો છે. શારીરિક ક્રિયા દેખી શકાય છે, પરંતુ માનસિક ક્રિયા દેખી શકાતી નથી.
કિયા ત્રણ પ્રકારની હોય છે : ૧. ફક્ત શારીરિક ક્રિયા ૨. ફક્ત માનસિક ક્રિયા ૩. માનસિક સાથેની શારીરિક ક્રિયા
(૧) શારીરિક ક્રિયા : શારીરિક ક્રિયાઓ બે પ્રકારની હોય છે : ૧. અનૈચ્છિક ક્રિયાઓ ૨. ઐચ્છિક ક્રિયાઓ.
શરીરથી કેટલીક ક્રિયાઓ આપણી ઇચ્છા ના હોય તો પણ થયા જ કરતી હોય છે. તેને અનૈચ્છિક ક્રિયા કહે છે. દાખલા તરીકે તમે શ્વાસોચ્છવાસ લો છો, તમારા હૃદયના ધબકારા ચાલે છે, તમારી નાડીઓમાં લોહી સતત દોડ્યા કરે છે, તમારી હોજરીમાં પાચનક્રિયા ચાલે છે. તમારી આંખો-પાંપણો પટ પટ થાય છે – વગેરે આ બધી ક્રિયાઓ તમારી ઈચ્છા ના હોય તો પણ સતત થયા જ કરવાની. તેને તમે રોકી શકો જ નહિ અને રોકવા જાઓ તો મરી જવું પડે.
શરીર કેટલીક ક્રિયાઓ તમારી ઇચ્છાથી કરે છે. દાખલા તરીકે તમે હાથ ઊંચા કરો, પગ લાંબા કરો, ટૂંટિયું વાળો, એક પગે ઊભા રહો, શીર્ષાસન કરો, દોડો-દો વગેરે. આ બધી ઐચ્છિક અને અનૈચ્છિક શારીરિક ક્રિયાઓમાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org