Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ કર્મનો સિદ્ધાંત ૮૧ પાપકર્મો તેમણે કરેલાં, તે તમામ તેમણે તેમની આત્મકથામાં કબૂલાત કરીને જગજાહેર કર્યા. એટલે તેમનાં તે પાપકર્મોનું ફળ નષ્ટ તિરોહિત (Evaporate) થઈ ગયું. તેવી રીતે ઠક્કરબાપા, ભિક્ષુ અખંડાનંદ વગેરે સંતોએ પણ પોતે પરસ્ત્રીગમન કર્યાનાં પાપકર્મોનું તેમની જીવનકથામાં હિંમતપૂર્વક નિખાલસભાવે વર્ણન કરેલું છે. તે રીતે તેઓ તે પાપકર્મનો પશ્ચાત્તાપ કરીને તેના અશુભ ફળથી મુક્ત થયા છે, અને તેમના હૃદયનો ભાર મનોવ્યથા ભોગવીને હળવો કરેલો છે. મહર્ષિ વ્યાસે જાહેર કર્યું કે મારી મા હલકી વર્ણની માછીમારની છોકરી હતી. તેમણે કદાચ એમ જાહેર કર્યું હોત કે મારી મા ભાવનગરના કોઈ નાગરની કન્યા હતી તો પણ કોણ તેમને ખોટા ઠરાવવાનું હતું ? નારદજીએ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે મારી મા સંન્યાસીઓના આશ્રમમાં લૂગડાં–વાસણ ધોવાનું અને કચરાપૂજા કાઢવાનું કામ કરતી હતી અને સંન્યાસીઓનું એઠું-જૂઠું ખાતી હતી. મહાન પુરુષોએ અને સંતોએ પોતાની એબ ચોખ્ખા હૃદયની તે કરીને હિંમતપૂર્વક ઉઘાડી કરી છે અને તેમાં તેમણે લોકનિંદાની કોઈ પરવા કરી નથી પરંતુ તેમાં તેમણે સાચી વાતની રજુઆત હિંમતપૂર્વક કરી છે, અને તેથી જ સંસારમાં કોઈ તેમની નિંદા કરવાની હિંમત કરી શકતું નથી. જ્યારે આપણે તો પાપકર્મ સંતાડ-સંતાડ કરીએ છીએ અને તેથી જ આપણે ચોરીછુપીથી કરેલાં પાપનાં ફળ રોતે રોતે ભોગવીએ છીએ (ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રોવે તેવી રીતે.) સતી રાણી તોરલ જેસલ જાડેજાને કહે છે કે – પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે તારી હોડલીને બૂડવા નહી દઉં જાડેજા રે તોરલ કહે છે જી. અને જેસલ જાડેજા પણ પોતાનાં પાપ જાહેર કરતાં કહે છે કે – લૂંટી કુંવારી નાર સતી રાણી, લૂંટી કુંવારી નાર રે વન કેરાં મોરલાં મારિયાં તોરલદે રે એમ જેસલ કહે છે જી. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે તેટલાં કુકર્મો મેં કર્યા તોરલદે રે એમ જેસલ કહે છે જી. વગેરે વગેરે... માણસ માત્ર ભૂલને પાત્ર છે. અનેક જન્મ-જન્માંતરની વાસનાઓ અને કામનાઓ અંતઃકરણના પટ ઉપર લેપાયેલી પડેલી છે, તેના જોરથી કદાચ -S. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110