________________
કર્મનો સિદ્ધાંત
આપણી પ્રાર્થનાઓ તો પરમાત્માને સંભળાતી હશે કે કેમ, પરંતુ આડોશપાડોશમાં અને મહોલ્લામાં તો સંભળાતી હોય છે. કદાચ પરમાત્માને સંભાળાય કે નહિ તેની આપણને કંઈ પડી નથી, પરંતુ પાડોશી સાંભળે તે ખાસ જરૂરી અને ઉપયોગી છે તેવું માનીને આપણે જોરશોરથી અને ઊંચા અવાજે બરાડા પાડીને પ્રાર્થના ગાઈએ છીએ.
માણસ ધર્મ-પુણ્ય ઢોલ વગાડીને કરે છે અને અધર્મ-પાપ ચોરીછૂપીથી કરે છે.
સંતો અને શાસ્ત્રો કહે છે કે જેમ તમે પાપ ચોરીછૂપીથી સંતાઈને કરો છો તેવી રીતે ધર્મ-પુણ્ય પણ છાનામાના ચોરીછૂપીથી કરો. સંતો અને શાસ્ત્રો આ ઊંધી વાત કરતા હોય તેમ લાગે છે પણ તે ઊંધી વાત નથી. તે બરાબર કહે છે કે પાપ ઉઘાડેછોગ કરો અને પુણ્ય ચોરીછુપી કરો. કારણ કે પાપ જે તમે ઉઘાડેછોગ કરવા જશો તો તમે કદાપિ નહિ કરી શકો.
જે તમારે નથી કરવું છતાં કર્યું તેમ દેખાડો કરવો છે તે તમે ઢોલ વગાડીને જગજાહેર કરો છો અને જે તમારે ખરેખર કરવું જ છે તે તમે ચોરીછુપીથી કોઈને પણ ખબર ના પડે તેવી રીતે એકદમ કરી નાખો છો અને આમ કરવામાં જ તમે ગોથું ખાઓ છો.
તમારે પાપ ખરેખર ના કરવું હોય તો તમે તે પાપ ઉઘાડેછોગ કરવા માંડો તો તમે તે પાપ કરી શકશો જ નહિ અને તમારે પુણ્ય પણ ખરેખર ના કરવું હોય અને માત્ર ધોખાબાજી કરવી હોય તો તે પણ તમે ઉઘાડેછોગ કરો અને પછી જુઓ કે તમે લોકોને મૂર્ખ બનાવી શકશો. ડોળ કરી શકશો પરંતુ તે સાચા અર્થમાં પુણ્ય નહિ કહી શકાય. પરંતુ લોકો જાણે કે તેમને પાપ કરવું જ છે, તેથી તે ચોરીછૂપીથી કરી લે છે. જ્યારે તેમને પુણ્ય કરવું નથી, માત્ર પ્રચાર કરવો છે, દંભ-ડોળ કરવો છે તેથી તે ઢોલ વગાડીને જગજાહેર કરે છે. ૩૦. (૨) પાપ અગર પુણ્ય જાહેર (Expose) થતાંની સાથે જ
તેનું ફળ તિરોહિત (Evaporate) થઈ જાય છેઃ તમે જે પુણ્ય કરો, દાન – સખાવત કરો અને પછી તેની જાહેરાત થાય, તમારો ફોટો અને વખાણ છાપામાં પ્રસિદ્ધ થાય, તમારા નામની તકતી લાગે, તમારાં પુણ્યકર્મ પ્રસિદ્ધ (Expose) થાય કે તરત જ તેનું ફળ ખતમ (Evaporate) થઈ જાય. તે પુણ્યકર્મનું ફળ તમારાં વખાણ, જશગાથા વગેરેનાં રૂપમાં તમને તાત્કાલિક મળી જાય અને પછી તે કર્મ વળી પાછું ફરીથી સંચિતમાં જમા થઈને પ્રારબ્ધ બનીને બીજી વખત ફળ આપવા સુખ આપવા ઊભું રહે નહિ.
મહાભારતમાં યયાતિ રાજની વાર્તા આવે છે. આ રાજાએ અસંખ્ય યજ્ઞ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org