________________
કર્મનો સિદ્ધાંત
ગીતામાં કહે છે કે –
યોગ: કર્મસુ કૌશલમ્' પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.
પ્રારબ્ધવશાત્ જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત – નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય.
એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય.
એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય.
તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠેબુ ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય.
તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય.
તમે કથા સાંભળવા જાઓ અગર તો આ પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો એને બીજે ક્યાંય ડાફળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય.
આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.
એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય.
Work while you work, And play while you play.
That is the way To be happy and gay. મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રના પ્રણેતા, પ્રખર જ્ઞાતા (Final authority) ગણાય છે. તેમણે તેમનાં યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે.
યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ.. ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ યોગ અને ચિત્તવૃત્તિનો નિરોધ થાય એટલે “કર્મસુ કૌશલમ્” – એની મેળે, આપોઆપ થાય. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યા પડ્યા ગંધવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org