________________
કર્મનો સિદ્ધાંત
નાનકડા અંશને વ્યક્ત કરતું તું એક માધ્યમ છું. તું તો ઈશ્વરી ઈચ્છાનું એક નાનામાં નાનું પરંતુ ઘણું જ ઉપયોગી વાહન છું. મોટી મિલમાં, મોટી મશીનરીઓમાં એક નાનકડો ટૂ જો ઢીલો પડી જાય તો આખી મોટી મશીનરી અટકી પડે. ઈશ્વરી યોજનાને આવી મોટી મશીનરીને સજાવવાનું તારું ગજું નથી. પરંતુ તેણે નાનામાં નાના સ્કૂને જ્યાં ગોઠવ્યો છે ત્યાં તેણે બરાબર સમજીને વિચારીને ગોઠવ્યો છે. આખી મશીનરી ચલાવવાની તારી તાકાત પણ નથી, અને જવાબદારી પણ નથી. પરંતુ જો તું નાનામાં નાના કર્મનો ત્યાગ કરે અગર તેમાં પ્રમાદ કરે તો તું આખી જંગી મશીનરીને નુકસાનકર્તા તરીકે જવાબદાર ગણાઈશ, અને પરમાત્માનો ગુનેગાર ગણાઈશ તેનો ખ્યાલ રાખજે.
એક વિશાળ યુદ્ધ મોરચે લશ્કર લડતું હોય તેમાં ક્યા સૈનિકને કયાં ગોઠવવો અને કઈ કામગીરી સોંપવી તેની જવાબદારી સેનાપતિની છે. હારજીતની જવાબદારી પણ સેનાપતિની છે. સૈનિકે તો માત્ર સેનાપતિની આજ્ઞા પ્રમાણે વફાદારીથી કામ જ કરવાનું છે. સૈનિકે પોતાની જાતને – “હું”ને કેન્દ્રમાં રાખવાનું નથી પરંતુ સેનાપતિને કેન્દ્રમાં રાખવાનો છે. તું તારા દરેક કર્મમાં “હું પદને – અહંકારને છોડી દે અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને તેની ઇચ્છા પ્રમાણે તેને રાજી કરવા તારી ફરજ બજાવતો રહીશ તો પ્રત્યેક કાર્યમાં હારજીતની જવાબદારી પરમાત્મા સાથે લઈ લેશે.
આટલી વાત સમજાઈ જાય તો પછી તારું એકેએક નાનું-મોટું કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જશે અને પ્રત્યેક કર્મ ભક્તિમય બની જશે. તારું કર્મ જ તારી ભક્તિ બનશે.
Your work is worship. You have not to question why.
You have to do and die. છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ સ્વધર્મ બજાવતાં બજાવતાં મૃત્યુને ભેટવું એટલે પરમાત્માને ભેટવા બરાબર છે, કારણ કે મૃત્યુ કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન ગીતામાં કહે છે કે –
મૃત્યુ સર્વહરશ્વાડાં કાલોડસ્મિ મૃત્યુ એ મારી વિભૂતિ છે. હું કાળસ્વરૂપ છું, કાળનો પણ કાળ છું, એટલે મૃત્યુને ભેટતી વખતે ભય નહીં લાગે પરંતુ પરમાત્માને ભેટવાનો આનંદ થશે, અને તે જ પરમ સંસિદ્ધિ છે.
આ રીતે ઈશ્વરપ્રીત્યર્થે કરેલું કર્મ તે કર્મ મટીને કર્મયોગી બની જશે તે પ્રમાણે પ્રત્યેક કર્મ ભક્તિમય બની જશે અને ભક્તિમય કર્મ કરનારા અંત:કરણમાં આપોઆપ જ્ઞાનનો પ્રકાશ પડશે. આ રીતે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉદય એકીસાથે થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org