________________
કર્મનો સિદ્ધાંત
દૂર કરી નાખ્યા. ગોરા કુંભાર માટલાં પકવતાં પકવતાં પોતાના જીવનનું માટલું પણ પકવી લીધું. સાવંતા માળીએ બગીચામાં ઊગેલું નિરુપયોગી ઘાસફૂસ સાફ કરતાં કરતાં પોતાના જ અંતઃકરણમાં ઊગેલાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે તથા ઉપદ્રવી વાસનાઓના ઘાસફસને ઉખાડી નાખ્યાં. કબીરે વસ્ત્રો વણતાં વણતાં પોતાના અંતઃકરણનું પટ અને જીવનરૂપી વસ્ત્ર વ્યવસ્થિત રીતે વણી લીધું, અને તે વસ્ત્ર પરમાત્માને સમર્પણ કરી દીધું.
દાદુ પીંજરો પીંજવાનું કામ કરતો ત્યારે તેની પીંજણમાંથી “તુંઈ તુંઈ અવાજ આવતો અને તે દાદુના મુખમાંથી “તું હિ તું હિ” અવાજ નીકળતો. આનું નામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સમન્વય.
સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વરપ્રીત્યર્થે જ, મારો ભગવાન રાજી થાય એ ભાવથી કરેલું કર્મ એક નિષ્કામ કર્મ, એક ભક્તિ બની જાય છે. નિષ્કામ ભાવે કરેલું કર્મ આપોઆપ ભક્તિમાં પરિણીત થઈ જાય છે. એવો કર્મયોગી ભક્ત ઇન્દ્રિયોથી તેના વિષયો દ્વારા સંસારના પદાર્થોનો ભોગ ભોગવતો હોય ત્યારે તેની તે ભોગો ભોગવવાની પ્રત્યેક ક્રિયા પરમાત્માની પૂજા બની જાય છે.
આવો નિષ્કામ કર્મયોગી ભક્ત નિદ્રા લેતો હોય તો તેની નિદ્રા લેવાની ક્રિયા પણ સમાધિ બની જાય છે. આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાનાં સાંસારિક નિયત કર્મો કરવા માટે ગામમાં, ઑફિસમાં, બજારમાં કે બાગમાં જ્યાં
જ્યાં પગેથી ફરતો હોય તેના પગની ચાલનક્રિયા પણ પરમાત્માની પ્રદક્ષિણા બની જાય છે.
સંચારઃ પયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરા આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાની પત્ની, બાળકો સગાં-સંબંધીઓ સાથે વાતચીત કરતો હોય તે વખતે તેનાથી બોલાતી વાણી પણ પરમાત્માનાં સ્તોત્ર બની જાય છે. આ પ્રમાણે નિષ્કામ કર્મયોગીનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય છે અને તે ભક્તિ એટલી ઉચ્ચ પ્રકારની વિશુદ્ધ બની જાય છે કે તેમાં આપોઆપ જ્ઞાનનો પ્રકાશ પડે છે.
આ પ્રમાણે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો પવિત્ર ત્રિવેણી સંગમ થાય ત્યારે જ અંતઃકરણનું પટ શુદ્ધ થાય અને તેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે અને આત્મસાક્ષાત્કાર થાય. ભક્તિમાં ભીંજવ્યા વગરનું કર્મ મિથ્યાચાર (Hypocrisy) બની જાય અને ભક્તિની ભીંજાશ વગરનું જ્ઞાન પણ નિરર્થક છે. કર્મ અને જ્ઞાન અને ભક્તિની ભીંજાશમાં ભીંજાયેલાં ન હોય તો નિરર્થક છે. (ભક્તિ એટલે શું? જુઓ પૃષ્ઠ ૪૩, ઑરા ૨૮). ૩૬. (૮) તું તારું નિયત કર્મ કર, બીજી ભાંજગડ છોડ:
પરમાત્માના આ વિશાળ જગતયંત્રમાં તું તો એક નાનામાં નાનો પુરો-સ્પેરપાર્ટ છું. પરમાત્માના આ જગતના મહાન ચરખાના એક અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org