Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 80
________________ કર્મનો સિદ્ધાંત ૭૫ તપશ્ચર્યા – સાધના કરવાની નથી. અગર તો કમળનાં કે ગુલાબનાં ફૂલો લાવવાની જરૂર નથી. તું સંસારમાં રહીને તારું જે નિયત કર્મ છે તે ભક્તિભાવપૂર્વક ઈશ્વરપીત્યર્થે પરમાત્માને રાજી કરવાની દૃષ્ટિથી કરીશ તો તે પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જશે. ભગવાન ગીતામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે - વત્ કરોષિ યદ્ અઋાસિ થતું જુહોષિ દદાસિ ય થતુ તપસ્યસિ કીત્તેય તત્ કુરુષ્ય મદર્પણમ્ | (ગી. ૯/૨૭) તું જે કાંઈ તારું નિયત કર્મ કરે તે મને અર્પણ કરવાની દૃષ્ટિથી કર અને પછી તું જોકે કે તે દરેક કર્મ આપોઆપ તારાથી શુદ્ધ જ થશે. ભગવાન કહે છે કે – ત્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિ લભતે નરઃ . (ગી. ૧૮૪૫) તું બીજાંના કર્મમાં માથું મારીશ નહિ, તું તારું નિયત કર્મ બરાબર કર. સંસારના નાટકમાં તું સ્ટેજ ઉપર આવ્યો છું ત્યાં તું તારો પાઠ બરાબર ભજવી બતાવ. બીજા એક્ટરો તેનો પાઠ ભજવવામાં ભૂલો કરે તે જોવાનું કામ તારું નથી. બીજા એક્ટરો તેમના પાઠ ભજવવામાં ભૂલો કરશે તો તેમનો પગાર મૅનેજર કાપી લેશે, અગર તો કાઢી મૂકશે, પરંતુ બીજ એક્ટરો તેમનો પાઠ બરાબર કેમ ભજવતા નથી, તેની ભાંજગડમાં તું નકામો પડીશ નહિ. કારણ કે બીજા એક્ટરો બરાબર પાઠ ભજવે છે કે નહિ, તે જોવાનું કામ તારું નથી. તે કામ મેનેજરનું (પરમાત્માનું) છે અને તે જોશે જ. તું નાહક બીજાની ભાંજગડમાં પડીશ નહિ. તું તારો પાઠ ભાન રાખીને ભજવીશ તો બીજઓ પાઠ બરાબર નહીં ભજવે તો પણ મેનેજર (પરમાત્મા) તને કાંઈ નુકસાન કરશે નહિ અને ઠપકો પણ આપશે નહિ. “પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.” This world is a stage, where we all are actors. તારો પુત્ર તરીકેનો, પિતા તરીકેનો, પતિ તરીકેનો, શેઠ તરીકેનો અગર નોકર તરીકેનો વગેરે જે પાઠ આ વિશ્વના સ્ટેજ ઉપર ભજવવાનો નક્કી થયો હોય તે બરાબર સુંદર એક્ટિગ કરીને ભજવી બતાવ કે જેથી કરીને તારો મેનેજર (પરમાત્મા) ખૂબ રાજી થાય. બીજાં લોકોની તું ચિંતા કરીશ નહિ અને ખોટી ભાંજગડમાં ફસાઈશ નહિ. તું જે જે કર્મ કરે તે એવી ભાવનાથી કર કે આ કર્મથી હું ભગવાનની પૂજા કરી રહ્યો છું. પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિતિઃ | સંચારઃ પદયોઃ પ્રદક્ષિણા વિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110