Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ ૬૩ કર્મનો સિદ્ધાંત કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કર્મ કરો, તેનું ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ (ફળ પેદા કર્યા સિવાય) જતું નથી, પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. કર્મ કરવાની શરૂઆતમાં, કર્મ કરતી વખતે અને કર્મ પૂરું થયા પછી પણ જે તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. એટલે ભગવાને ગીતામાં આજ્ઞા કરી કે, “મા કર્મ ફલ હેતુ: ભૂ:” – માત્ર કર્મના ફળનો જ હેતુ ધ્યાનમાં રાખીને તમે કર્મ કરો તો તે કર્મનું જે કાંઈ પણ ફળ આવે તેથી તમને લાભ થાય નહિ. એટલું જ નહિ પરંતુ તેનાથી નુકસાન જ થાય. આ વાત બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા જેવી છે. જો ધારણા કરતાં ફળ ખરાબ મળે, અગર ઓછું મળે તો – ૧. તમને મનમાં અત્યંત ગ્લાનિ થવાની. ૨. તમારું મન ડહોળાઈ જવાનું. ૩. ઈશ્વરની ન્યાયબુદ્ધિ વિષે તમને મનમાં શંકા ઊપજવાની. ૪. મને કરમ કરતાં જ નથી આવડતું તેવી હીનતાની ભાવના ઊભી થવાની. ૫. ઈશ્વર આગળ હું લાચાર છું તેવો ભાવ પેદા થવાનો. ૬. હવે કર્મ કરવાનો કોઈ અર્થ નથી તેવી નિરાશા જન્મવાની. ૭. અને તેમાંથી કર્મ છોડી દેવાની વૃત્તિ ઊઠવાની. “જો કર્મનું ફળ ધારણા કરતાં અનેકગણું સારું મળ્યું તો પણ હાનિ થવાની', જેમ ૧. પોતાની કર્તૃત્વશક્તિ માટે અહંકાર પેદા થવાનો. ૨. મળેલ ફળને લીધે અભિમાન થવાનું. ૩. હું ધારું તેવું કરી શકું છું તેવો ગર્વ થવાનો. ૪. ભવિષ્યમાં થનારાં બીજાં કર્મોમાં રાખવી જોઈતી કાળજી ઘટી જવાની. આમ બંને રીતે નુકસાન જ થાય. કર્મ તો ફળ આપ્યા સિવાય રહે નહિ. પરંતુ તે ફલ ભોગવતાં તમારા મનનું સમત્વ તમે ગુમાવી બેસશો અને “સમત્વ યોગમુચ્યતે' સમત્વ એટલે જ યોગ એમ ભગવાને ગીતામાં કહ્યું છે. સમત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110