________________
પ૦
કર્મનો સિદ્ધાંત
|| છા
ગયે
તમારો બરડો બિલકુલ સલેપાટ સુંવાળો છે. કશું જ થયું નથી.
ત્યારે પેલો માણસ સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી ગયો. તેને તેના પોતાના સ્વરૂપનું ભાન થયું કે તે ખૂની નથી પણ તે ખરેખર નિર્દોષ છે. અને પછી તેણે પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી કે તેની વિરુદ્ધ ખૂનનો ખટલો ત્રણ વર્ષ ચાલ્યો અને દસ વર્ષની સખત જેલની સજા થઈ. તેમાંથી ત્રણ વર્ષ તો ભોગવ્યાં.
તેની પત્નીએ કહ્યું કે રાત્રે બાર વાગ્યા સુધી તો આપણે વાતો કરતા હતા અને હાલમાં માત્ર સાડા બાર જ થયા છે. તે અડધા કલાક દરમિયાન તમે છ વર્ષ બીજે ક્યાં જઈ આવ્યા?
તેને દસ વર્ષની સજા થઈ હતી. તેમાંથી ત્રણ વર્ષની સજા તો તેણે ભોગવી લીધી. હવે બાકીનાં સાત વર્ષની સજા કોણ ભોગવશે ? સ્વપ્નઅવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવતાંની સાથે જ તેનું બાકીની સાત વર્ષની જેલની સજાનું સંચિત કર્મ ભસ્મસાત્ થઈ ગયું. કારણ કે તેને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું.
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્ કુરુતેડતથાજુન ! (ગી. ૪/૩૭)
સ્વપ્નાવસ્થાનાં સુખદુઃખાદિ સ્વપ્નાવસ્થામાં સત્ય ભાસે છે, પરંતુ જાગ્રત અવસ્થામાં મિથ્યા થાય છે તેવી જ રીતે જાગ્રત અવસ્થાનાં સુખ, દુઃખ આદિ જાગ્રત અવસ્થામાં સત્ય ભાસે છે પરંતુ જ્ઞાનાવસ્થામાં મિથ્યા થઈ જાય છે. એક માણસ રાત્રે દૂધપાક, પૂરી, મિષ્ટાન્ન વગેરે પેટ ભરીને જમીને સૂતો હોય છતાં સ્વપ્નાવસ્થામાં “હું ભૂખ્યો છું, હું ભૂખ્યો છું' તેમ બોલતો આખી રાત ચપ્પણિયું લઈને ભીખ માગે તે વખતે તેને ખુદ શંકરાચાર્યજી આવીને સમજાવે કે અરે અજ્ઞાની જીવ ! તું ભૂખ્યો નથી, તું તો જમીને સૂતો છે, છતાં આ જીવ તે વાત માને જ નહિ. પરંતુ તે જ્યારે જાગ્રત અવસ્થામાં આવે ત્યારે જ તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. તે જ પ્રમાણે હાલ જાગ્રત અવસ્થામાં આપણે અવિદ્યાથી અટવાયેલા જીવોને, શાસ્ત્રો અને સંતો પોકારીને કહે છે કે આ જગત મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે અને તું તે બ્રહ્મનો જ અંશ સત્, ચિત, આનંદસ્વરૂપ જ છે. છતાં કમભાગી જીવો માનતા નથી. કારણ કે જાગ્રત અવસ્થામાંથી જ તેઓ જ્ઞાનાવસ્થામાં આવ્યા નથી. શંકરાચાર્યજીએ અનેક ગ્રંથોનો સાર માત્ર અડધા જ શ્લોકમાં કહ્યું છે કે -
શ્લોકાર્ધન પ્રવક્ષ્યામિ દુક્ત ગ્રંથકોટીભિઃ |
બ્રહ્મસત્ય જગતું મિથ્યા જીવો બ્રહૌવ નાપરઃ | આગળ આપેલાં દષ્ટાંતની માફક જેમ દસ વર્ષની સજામાંથી ત્રણ વર્ષની સ ભોગવ્યા પછી સાચું જ્ઞાન થતાં બાકીનાં સાત વર્ષની સજા ખતમ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org