________________
પર
કમનો સિદ્ધાંત
હોઈશું, અગર સંન્યાસ આશ્રમમાં દરરોજ ધક્કા ખાતાં હોઈશું. પરંતુ ત્યાં કદાપિ ખરેખર જ્ઞાન લેવા આપણે જતાં જ નથી. માત્ર દેખાવ કરવા જ અગર તો જાણે કે મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા જતાં હોઈએ છીએ - જીવ તો ઘરમાં સ્ત્રી. પુત્રાદિકનાં કાથાકબાલામાં જ ભરાઈ રહેલો હોય છે. પછી જ્ઞાન કેવી રીતે મળે? તમે અનાજ બજારમાં ઘઉં લેવા જાઓ પરંતુ કોથળો લીધા વગર હાથ હલાવતા જાઓ તો વેપારી તરત જ સમજી જાય કે માણસ ઘઉં લેવા આવ્યો નથી, માત્ર ભાવ પૂછવા જ આવ્યો છે. એટલે બજારમાં મણનો ત્રીસ રૂપિયાનો ભાવ ચાલતો હોય તો વેપારી તમને અઠ્ઠાવીસ રૂપિયાનાં જ ભાવ બતાવે, કારણ કે તે જાણે છે કે આ માણસ ખરેખર ઘઉં લેવા નીકળ્યો નથી. પછી તમે બીજી ચાર-પાંચ દુકાનોએ ભાવ પૂછો તો ત્યાં તમને ત્રીસ રૂપિયાનો ભાવ કહે. એટલે તમને વિશ્વાસ થાય તે પહેલા વેપારી દુકાને જ વાજબી ભાવે ઘઉં મળે છે.
- અઠવાડિયા પછી જ્યારે તમે હાથમાં કોથળો લઈને સાચેસાચ ઘઉં લેવા પહેલા વેપારીની દુકાને જાવ એટલે તે સમજી જ જાય કે હવે આ માણસ ચોક્કસ ઘઉં લઈને જ જવાનો છે. એટલે તે તમને મણના ૩૨ રૂપિયાનો ભાવ બતાવે. તમે પૂછો કે કેમ ભાઈ? તમે પહેલાં તો અઠ્ઠાવીસનો ભાવ કહેતા હતા હવે બત્રીસ રૂપિયા કેમ માગો છો ? તો પેલો વેપારી ખંધુ હસીને મીઠાશથી જવાબ આપે કે ભાઈ, અઠ્ઠાવીસના ભાવના ઘઉં તો વેચાઈ ગયા અને હવે ત્રણચાર દિવસથી માલની ખેંચને લીધે ભાવ વધી ગયા. એટલે તમે તેના ઉપરના અગાઉના વિશ્વાસમાં તણાઈને બે રૂપિયા ઠગાઈને ઘઉં લેતા જાઓ.
તમે દહીં લેવા જાઓ તો પણ વેપારી તમને પૂછે કે દહીં શેમાં લઈ જશો ? કાંઈ પાત્ર (વાસણ, તપેલી વગેરે) લેતા આવ્યા નથી તો શેમાં ખિસ્સામાં લઈ જશો ? દહીં લેવા જાવ તો પણ તમારે પાત્ર (તપેલી) લઈને જવું પડે અને તે પણ શુદ્ધ પાત્ર (કલાઈ કરેલું) હોવું જોઈએ, નહિ તો દહીં કટાઈ જાય.
સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ, ચપ્પણિયું ના ચાલે. આ પ્રમાણે જ્ઞાન લેવા જાઓ ત્યારે પણ તમારી પાસે શુદ્ધ પાત્ર (વૈરાગ્યથી નિર્મળ થયેલું અંતઃકરણ) જોઈએ. જ્યાં સુધી મોટર-બંગલા, દેહ, સ્ત્રી-પુત્રાદિકમાં આસક્તિ છે અને અંતઃકરણમાં અનેક જન્મ-જન્માંતરની કામનાઓ અને વાસનાઓના લપેડા થયેલ છે અને કાંચન-કામિનીના કાટ ચઢેલા છે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન થશે જ નહિ.
જ્ઞાન ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય. જ્ઞાન એટલે શું તે સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. માત્ર બી.એ., બી.કોમ., એમ.એ. થયા કે એમ.કોમ., એલએલ.એમ.કે સી.એ. થયા એટલે જ્ઞાની થયા ના કહેવાઈએ. અમેરિકાની તમામ નદીઓનાં નામ મોઢે બોલી જાઓ કે રશિયાના તમામ પર્વતોનાં નામ આવડી જાય કે આફ્રિકાનાં તમામ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org