________________
કર્મનો સિદ્ધાંત
બંદૂકમાં પાછી આવતી નથી, તેવી રીતે એક વખત ક્રિયમાણ કર્મ થઈ ગયું અને તે સંચિતમાં જમા પડ્યું છે, આ જીવનકાળ દરમિયાન પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ખડું થયું નથી. તેને ભોગવીને પણ છૂટાય નહિ. એટલે એવાં સંચિત કર્મો ભોગવવાં હવે પછી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો થાય જ. નહિ. આ સંચિત કર્મો એટલાં થોડાં નથી કે જે એક જન્મમાં ભોગવી લઈએ તો છાલ છૂટે.
અનાદિફાળથી અનેક જન્મોનાં સંચિત કર્મ અસંખ્ય કરોડ હિમાલય જેવા ડુંગરા ભરાય તેટલાં જીવની પાછળ પડ્યાં છે અને તે પાકતાં જાય છે તેમ તેમ પ્રારબ્ધરૂપે ભોગવતાં જઈએ તો પણ અનંતકાલ સુધી અબજોના અબજો દેહ ધારણ કરીએ તો પણ તે ખૂટે તેમ નથી તો પછી આમાંથી છૂટવું કેવી રીતે ? કારણ કે આ સંચિત કર્મો અનંતકાલ સુધી જીવને જન્મ-મરણના ચક્કરમાં ફેરવ્યા જ કરે તેટલાં બધાં છે, અને તો પછી જીવનો મોક્ષ થવો બિલકુલ અસંભવિત બની જાય. જ્યાં સુધી દેહ ધારણ કરવો પડે ત્યાં સુધી મોક્ષ થયો ગણાય નહિ. વેદાંત છાતી ઠોકીને કહે છે કે આવી પરિસ્થિતિથી ગભરાવાની જરા પણ જરૂર નથી.
જે જીવ ધારે તો આ ચાલું જીવનકાળ દરમિયાન જ તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે. પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. માટે તેને માટે એક જ ઉપાય છે કે સંચિત કર્મોના જે આટલા મોટા ડુંગરો ભરેલા છે તેમાં માત્ર એક જ દીવાસળી ચાંપી દેવાથી તે તમામ ભસ્મસાતુ થઈ જશે. આ ભયંકર ડુંગરોમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે અને કોઈ કાળે આટલાં બધાં સંચિત કર્મો ખતમ થવાનાં નથી, અને તે અગ્નિ તે “જ્ઞાનાગ્નિ' છે. જેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મો નિયંત્રિત કરી શકાય અને ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધ કર્મોને પૂરેપૂરાં ભોગવી લેવાય તેમ જ્ઞાનયોગ દ્વારા અનાદિકાળથી અનેક જન્મ-જન્માંતરનાં એકઠાં થયેલાં સંચિત કર્મોને ભસ્મસાત્ કરી શકાય. તેમ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા જીવમાત્ર તમામ ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોથી મુક્ત થઈને આ જ જીવનકાળને અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે. સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવાનાં છે. ભગવાને પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે –
યશૈધાંસિ સમિદ્ધિોગ્નિઃ ભસ્મસાત્ કુરુતેડજુના
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ, ભસ્મસાત્ કુરુતે તથા (ગી. ૪/૩૭) જેમ અગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં જાડાં, પાતળાં, સૂકો, લીલાં, લાંબાં, ટૂંકાં, બધાં જ લાકડાં બળી જાય છે તેવી જ રીતે જ્ઞાનાગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં અશુભ, શુભ, ક્રિયમાણ, પ્રારબ્ધ તથા તમામ સંચિત કર્મો બળીને ખાક થઈ જાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે કે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org