________________
કર્મનો સિદ્ધાંત
પાયું. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પિડાયા, દેહના દંડ ભોગવી લીધા, પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી. ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા માગણી કરી નથી.
૪૬
એક ચક્રવર્તી રાજાએ એક કંગાલ ગરીબ ભિખારીને કહ્યું કે તું મારી પાસે જે જોઈએ તે માગ. તું જે અને જેટલું માગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું કે, મારું ભીખ માગવાનું ચપ્પણિયું ભાંગી ગયું છે તે નવું અપાવો. રાજાને આ સાંભળીને ઘણું જ દુઃખ થયું. ભિખારીને માગતાં ન આવડ્યું. અઢળક સંપત્તિ, ઇકોતેર પેઢી ચાલે તેટલું ધન માગ્યું હોત તો પણ રાજા આપત, પણ આ અક્કર્મી ભિખારીએ ભીખ માગવાનું નવું ચપ્પણિયું માગ્યું !
આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માંગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુ બહુ તો શું માંગીએ છીએ ! પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા માગીએ છીએ. પાંચ-પચ્ચીસ બંગલા-મોટરો માગીએ છીએ. પાંચ દીકરાઓ માગીએ છીએ. સુંદર સ્ત્રીઓ માગીએ છીએ. આ બધી માગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે.
કુંતાજીએ અને ભક્ત નરસિંહે માગ્યું તેવું માગતાં આપણને નથી આવડવાનું. પરમાત્માએ વગર માગ્યે આપણને મનુષ્યદેહ આપ્યો છે. જે મોક્ષનું દ્વાર છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો અને સંતો દ્વારા તેમણે સમજાવ્યું. પરંતુ આપણે પામર જીવો આપણો સ્વાર્થ સમજતા નથી. તેથી પ્રારબ્ધમાંથી છટકવાની ક્ષુલ્લક માગણી આપણે ભગવાન પાસે કરીએ છીએ, ત્યારે ભગવાન નારાજ થાય છે. આપણે ખરેખર અભાગિયા છીએ.
૩૦. સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું ?
ઉપર જોઈ ગયા તેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરી શકાય અને છૂટાય. ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મ ભોગવીને છુટાય. પરંતુ સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું તે ગંભીર સવાલ છે. કારણ કે ક્રિયમાણ કર્મ કરવામાં તો માણસ માત્ર સ્વતંત્ર છે અને તેને નિયંત્રિત કરવાં તે તેના હાથની વાત છે. તે જો ધારે તો ચોક્કસ કરી શકે. પ્રારબ્ધકર્મ પણ સામી છાતીએ આવીને ઊભાં છે. તેને તો જીવનકાળ દરમિયાન ભોગવીને ખતમ કરી શકાય. પરંતુ સંચિત કર્મ તો હજુ પાકીને ફળ આપવા તૈયાર થયાં જ નથી, તે સામે આવીને ખડાં થયાં નથી. વળી તે તો થઈ ગયેલાં ક્રિયમાણ કર્મો છે, એટલે તે પાછાં નથી થયાં કરી શકાતાં નથી.
એક વખત થૂંકેલું જેમ પાછું ગળી શકાતું નથી, એક વખત બોલાઈ ગયેલું વચન જેમ પાછું ખેંચી શકાતું નથી, એક વખત બંદૂકમાંથી ગોળી છૂટી તે જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org