________________
કર્મનો સિદ્ધાંત
લેવાની કોઈ જરૂર જ નથી, કારણ કે દવા તેને ગુણ કરવાની જ નથી. ઉપર્યુક્ત ચરીઓ જો બરાબર પાળે તો રામનામ લો કે ના લો બંને સરખું જ છે. કૂતરાં, બિલાડાં, ઘોડો, ગધેડાં, પશુ-પક્ષી, કડા, મંકોડા વગેરે રામનામ નથી લેતાં, પણ દરેક જીવ ઉપર ભગવાનની તો સરખી જ કૃપા રહે છે.
ભક્ત કવિ આગળ એક બીજી જબરદસ્ત ચરી બતાવે છે. તે ચરી આ પ્રમાણે છે :
હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ,
જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. ૨૮. ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શી મદદ કરે ?
આપણે ઉપર જોઈ ગયા તેમ ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરવામાં જેમ નિષ્કામ કર્મયોગ મદદ કરે છે તેમ પ્રારબ્ધ કર્મને નિયંત્રિત કરવામાં ભક્તિયોગ મદદ કરે છે. ભગવાનની ભક્તિ કરવાથી પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ રાહત થાય છે તે હકીકત છે. શાસ્ત્રો અને સંતો તેની સાક્ષી પૂરે છે. પરંતુ ભગવાનની ભક્તિ એટલે શું? તે સ્પષ્ટ સમજી લેવું જોઈએ.
ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું કહ્યું કરવું તે. હું મારા બાપની ભક્તિ કરું, તેમનું નામ લીધા કરું, તેમના ગુણ ગાયા કરું, પરંતુ તેમનું કહ્યું ના કરે, તે મને ભણવા બેસવાનું કહે તો ભણવા ના બેસું, તે મને તોફાન ના કરવાનું કહે તો પણ તોફાન કર્યા જ કરું, તો મેં મારા બાપની ભક્તિ કરી ગણાય જ નહિ. ઊલટું, મારા ઊંધા કર્મથી હું તેને ઉગ કરાવું તેવું થાય.
ધર્મથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે નહિ, અને ભગવાનની ભક્તિ એટલે માત્ર તેનું નામ લેવું, ગુણ ગાવા, ટીલાં-ટપકાં કરવાં કે મંદિરમાં દર્શન કરવા જવું વગેરે એટલું જ સમજે તો તે ભક્તિ ગણાય જ નહિ. માત્ર આખી રાત કાંસીજોડાં કૂટવાથી ભગત થવાતું નથી. ભગવાને ભક્તનાં લક્ષણો ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં ગણાવ્યા છે. તેમાં ભગવાને એવું નથી કહ્યું કે જે ચાર ફૂટની ચોટલી રાખશે, અગર તો દોઢ ફૂટની દાઢી રાખશે, અગર લૂંગી કે જનોઈ પહેરશે તે જ મારો ભક્ત ગણાશે. ભક્તનાં લક્ષણો ભગવાને સ્વમુખે ગીતામાં નીચે પ્રમાણે ગણાવ્યાં છે –
અદ્રષ્ટા સર્વભૂતાનાં મૈત્રક કરુણ એવ ચ | નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખદ ક્ષમી કે ૧૩ .. સંતુષ્ટઃ સતત યોગી તાત્મા દેઢનિશ્ચયઃ. મયિ અર્પિત મનોબુદ્ધિર્યો મભક્તઃ સ મે પ્રિયઃ ૧૪ .
(ગી. ૧૨/૧૩-૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org