________________
કર્મનો સિદ્ધાંત નક્કી થયાં છે તેટલાં પૂરેપૂરાં ભોગવી લીધા પછી જ દેહ છૂટે, તે પહેલાં નહિ. તેમાંથી કોઈ છટકી શકે નહિ. મોટા જ્ઞાનીઓ, મહર્ષિઓ, વિદ્વાનોએ પણ પ્રારબ્ધમાંથી છટકવા પ્રયત્ન કર્યો નથી અને છટકી શક્યા પણ નથી. અગાઉ સાતમી નોંધમાં પરીક્ષિત વગેરેનો દાખલો આપીને આ વાત સ્પષ્ટ કરેલી છે.
પ્રારબ્ધવશ ફળરૂપમાં જે પ્રાપ્ત થવાનું છે તે તો અવશ્ય થવાનું જ. ગૃહક્લેશના કારણે ભગવાન રામને વનમાં જવાનું થયું, ત્યારે ભરતજીને અત્યંત દુ:ખ થયું. તે વખતે મહર્ષિ વસિષ્ઠ તેમને આશ્વાસન આપતાં જણાવે છે કે
સુનહું ભરત ભાવિ પ્રબલ, બિલખિ કહેઉ મુનિનાથ ! હાનિ લાભ જીવન મરન, જશ અપજશ બિધિ હાથ રે
(અયોધ્યાકાંડ, દોહો ૧૭૧) હાનિ, લાભ, જીવન, મરણ, જશ, અપજશ એ બધું જ પ્રારબ્ધને વશ છે. હાનિ થવી અગર લાભ થવો, જીવન થવું અગર મરણ થવું, જશ મળવો કે અપજશ મળવો તે બધું પ્રારબ્ધમાં નિશ્ચિત થયું હોય તે પ્રમાણે જ બને છે.
રામાયણનો આખો ઇતિહાસ વાંચી જાઓ તો તેના દરેક પ્રસંગોમાં આ વાત ગોસ્વામીએ બહુ જ ખૂબીથી રજૂ કરી છે. હાનિ કોને થઈ અને લાભ કોને થયો તે જુઓ. હાનિ કૌશલ્યાને થઈ. ખુદ ભગવાન રામની માતા કૌશલ્યાને પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના જુવાન દીકરા-વહુને યૌવનમાં વનમાં મોકલવા પડ્યાં. હાનિ કૌશલ્યાને થઈ અને લાબ શબરીને થયો. ઘેર બેઠાં ભગવાન પધાર્યા. કૌશલ્યા રામની સગી મા થતી હતી તેને હાનિ થઈ અને શબરી તેમની કાંઈ સગી નહોતી તેને લાભ થયો.
જુઓ, જીવન કોનું થયું અને મરણ કોનું થયું ? જીવન અહલ્યાનું થયું અને મરણ રાજા દશરથનું થયું. જેના ચરણની રજના સ્પર્શમાત્રથી અહલ્યાને જીવન મળ્યું તે પરાત્પર બ્રહ્મ ભગવાન રામ પોતાના પિતાનું મરણ રોકી શક્યા નહિ. પ્રારબ્ધ બળવાન છે,
આગળ જુઓ. જશ કોને મળ્યો અને અપજશ કોનો થયો ? અપજશ કૈકેયીને મળ્યો. કૌશલ્યા કરતાં પણ કૈકેયીનો પ્રેમ રામ ઉપર અધિક હતો. છતાં કૈકેયીને એવી કાળી ટીલી ચોટી કે જગતના સારા માણસો-સ્ત્રીઓ અને પુરુષો
જ્યારે જ્યારે રામાયણ વાંચે ત્યારે કૈકેયી ઉપર ધિક્કાર વરસાવે છે. કોઈ માણસ પોતાની દીકરીનું નામ કૈકેયી ના પાડે. રામને કૌશલ્યા કરતાં પણ કૈકેયી પર અધિક પ્રેમ હતો, છતાં કૈકેયીને જ અપજશ મળ્યો. કૈકેયીનું આત્મબળ એટલું બધું જોરદાર હતું કે ભગવાન રામે પોતાને રાક્ષસકુળના સંહાર માટે જે નાટક ભજવવાનું હતું તેમાં ખલનાયક(Villain)નો પાઠ ભજવવા માટે કૈકેયી માતાને પસંદ કર્યો. ઘણો અપવાદ-નિંદા સહન કર્યા રંડાપો વહોર્યો, છતાં પણ કૈકેયીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org