Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ ર્મનો સિદ્ધાંત દોડતો મોટરનાં પૈડાં તરફ જ દોડ મૂકે અને ચગદાઈ જાય. બચવાની ઇચ્છાથી કરેલાં પુરુષાર્થ – તેના પ્રારબ્ધ અનુસાર તેની બુદ્ધિ – તેને મોટરનાં પૈડાં તરફ જ દોટ મુકાવે. પ્રારબ્ધ પ્રમાણે જ તેને બુદ્ધિ સૂઝે અને જાણીજોઈને પુરુષાર્થ કરીને પણ મોટરનાં પૈડાં તળે ચગદાઈ જવાનું પ્રારબ્ધ ભોગવે. કાંઈ પણ પુરુષાર્થ ના કરે અને જ્યાં છે ત્યાંનો ત્યાં જ ઊભો રહે તો બચી જાય પરંતુ તેનું પ્રારબ્ધ ભોગવવા માટે તેની બુદ્ધિ તેને પૈડાં તરફ દોટ મૂકવાની જ પ્રેરણા કરે, પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ કર્મને અનુસરે છે. જેવું કર્મ તેવી બુદ્ધિ સૂઝે. ગોસ્વામી તુલસીદાસ કહે છે - ૩૮ તુલસી જૈસી ભવિતવ્યતા, તૈસી મિલહી સહાય । આપુનુ આવહિં તાહી પાહીં, તાહિ તહાં લઈ જાઈ જે બનવાકાળ હોય ત્યાં તમારું કર્મ કાં તો તમને ઘસડતાં ઘસડતાં લઈ જાય અગર તો તે ઘસડાતું ઘસડાતું તમારી પાસે આવે અને ગમે તેમ કરીને તમને પ્રારબ્ધફળ ભોગવાવે ત્યારે જે છાલ છોડે. પ્રારબ્ધ ભોગવવામાં ભલભલા જ્ઞાની અને મહાન બુદ્ધિશાળીની બુદ્ધિ પણ અવળી ફરી જાય છે. પુરાણો અને શાસ્ત્રો તેની સાક્ષી પૂરે છે કે - અસંભવમ્ હેમમૃગસ્ય જન્મ, તથાપિ રામો લુલુભે મૃગાય । પ્રાયઃ સમાપન્ન વિપત્તિકાલે, ધિયોડપિ પુંસામ્ મલિનાભવન્તિ સોનાનો મૃગ હોવો અસંભવિત હોવા છતાં રામ જેવા રામ પણ તેમાં લોભાયા કારણ કે આગળ કોઈ મહાન પ્રારબ્ધ નિર્માણ થયેલું છે. એટલે તે ભોગવવા માટે મહા બુદ્ધિશાળી માણસની પણ બુદ્ધિ પ્રારબ્ધ તરફ દોરાય છે. ન નિર્મિતઃ કેન ન દેષ્ટપૂર્વ, ન શૂયતે હેમમયઃ કુરલઃ | તથાપિ તૃષ્ણા રઘુનન્દનસ્ય, વિનાશકાલે વિપરીત બુદ્ધિઃ ॥ સોનાનો મૃગ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ જગ્યાએ નિર્માણ થયેલો કોઈએ જોયો પણ નથી અને સાંભળ્યો પણ નથી. છતાં તેમાં ભગવાન રામને તૃષ્ણા જાગી, કારણ કે મારીચ, રાવણ અને તમામ રાક્ષસકુળના વિનાશ માટે ભગવાન રામને આવી બુદ્ધિ સૂઝી. કેવો હતો રાવણ તત્ત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં રહેતા, હરી સીતા કષ્ટ લઘુ કુબુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. રાવણ મહાન જ્ઞાની હતો. તમામ વેદોમાં પારંગત હતો. ભગવાન શંકરનો પરમ ભક્ત હતો. પુલસ્ત્ય કુળનો પવિત્ર બ્રાહ્મણ હતો. મહાશક્તિશાળી હતો. નવે ગ્રહો તેની તહેનાતમાં રહેતા હતા. પવનદેવ તેના મહેલમાં પૂંજો કાઢતા હતા. વરુણદેવ તેના મહેલોમાં પાણી ભરતા હતા. આવો શાની અને શક્તિશાળી રાજા હોવા છતાં તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. પ્રારબ્ધવશ તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110