________________
કર્મનો સિદ્ધાંત
પોતાને જે પાત્ર ભજવવાનું હતું તે બરાબર મક્કમતાપૂર્વક ભજવી બતાવ્યું, કૌશલ્યા વગર સુમિત્રાને આ ખલનાયક(Villain)નો પાઠ ભજવવાનું સોંપ્યું હોત તો તેઓ લોકોના અપવાદ, નિંદા અને રંડાપાની કાળી ટીલીની કલ્પનામાત્રથી ધ્રુજી ઊઠત અને ફસકી જાત. પોતાની સગી મા કરતાં પણ અધિક વહાલાં એવાં કૈકેયી માતાને ભગવાનના નાટકમાં અપજશ મળ્યો અને આ નાટકમાં ખરો જશ વાનરો લઈ ગયા. રાવણની સાથે યુદ્ધ કરતી વખતે અયોધ્યાની મિલિટરીની એક બેટેલિયન કામમાં ના આવી. વાનરોનું લશ્કર રામ જેવા રામને રાવણ સાથેના યુદ્ધમાં જિતાડવાનો જશ લઈ ગયું. માટે મુનિ વસિષ્ઠ કહે છે - -
હાનિ લાભ જીવન મરણ, જશ અપજશ બિધિ હાથ ! પ્રારબ્ધમાં જે હાનિ, લાભ, જીવન, મરણ નક્કી થયાં હોય તે કોઈ મિથ્યા કરી શકતું નથી. જીવનના શેતરંજમાં જીવ માત્ર પ્યાદાં છે. જગતના નાટકમાં પરમાત્મા દરેક જીવને તેના પ્રારબ્ધવશાત્ જે પાઠ ભજવાવે છે તે પ્રમાણે જીવને પ્રારબ્ધ ભોગવવાનો પાઠ ભજવવો જ પડે.
ઘણા માણસો જ્યોતિષનો આશરો લઈને પ્રારબ્ધ જણવા પ્રયત્ન કરે છે. પ્રારબ્ધને અગાઉથી કદાચ જાણીએ તો પણ પ્રારબ્ધ છોડે નહિ. જ્યોતિષશાસ્ત્ર છે તે Complete Science 1 + 1 = 2 જેવું સ્પષ્ટ ગણિતત્રશાસ્ત્ર છે.
જ્યોતિષશાસ્ત્ર તદન સાચું શાસ્ત્ર છે પરંતુ તેને જોનારા ઘણે ભાગે જૂઠા હોય છે, ધંધાદારી હોય છે, એટલે જ્યોતિષશાસ્ત્ર વગોવાય છે.
પ્રારબ્ધવશ ફળરૂપમાં જે પ્રાપ્ત થવાનું છે તો અવશ્ય થવાનું જ. તેમાં નિમિત્ત ત્રણ થઈ શકે :
૧. સ્વેચ્છા, ૨. પરેચ્છા, ૩. અનિચ્છા ૨૬. (૧) સ્વેચ્છાકૃત-ફળભોગ :
કોઈ ફળભોગને માટે, કોઈ કર્મ તમારી પોતાની ઇચ્છાથી બની જાય તે “સ્વેચ્છાકૃત-ફળભોગ' કહેવાય. જેમ કે આગમાં હાથ નાખવાની ઇચ્છા થવાથી હાથ અગ્નિમાં નાખવો અને તેનાથી દાઝવું તે સ્વેચ્છાકૃત-ફળભોગ કહેવાય.
પરેચ્છાકૃત-ફળભોગઃ
કોઈ પ્રારબ્ધ ફળભોગ “પરેચ્છાકૃત બીજાની ઇચ્છાથી થાય છે. દાખલા તરીકે માણસને આપણું સારું અગર બૂરું કરવાની ઇચ્છા થાય અને તે ઇચ્છાને વશ થઈને તે આપણું સારું અગર બૂરું કરે અને તેનું આપણને સારું અગર બૂરું ફળ ભોગવવું પડે. મારા ઘરમાં આગ લાગવાની છે તેવું મારું પ્રારબ્ધ બંધાયેલું છે. અને કોઈ માણસ મારા પરના વૈષભાવથી મારું ઘર સળગાવે અને તે રીતે બીજાની ઇચ્છાથી હું મારું પ્રારબ્ધ ભોગવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org