________________
કર્મનો સિદ્ધાંત
પરંતુ નિષ્કામ ભાવે ભગવદ્ પ્રીત્યર્થે કરેલાં કર્મ સંચિતમાં જમા થતાં નથી અને તે જીવને જન્મમરણના ચક્કરમાં નાખતાં નથી.
સૂર્યનારાયણ ઊગે છે કે તરત જ અંધકારનો નાશ થાય છે. પરંતુ આપણે સૂર્યનારાયણને કહીએ કે અમે તમારો ઉપકાર માનીએ છીએ કે તમોએ આવીને ગાઢ અંધકારનો નાશ કર્યો. તો સૂર્યનારાયણ એમ જ જવાબ આપે કે મેં અંધકાર જોયો જ નથી. મેં અંધકારનો નાશ કર્યો જ નથી. પરંતુ મારા અસ્તિત્વ માત્રથી જ અંધકાર એની મેળે નાસી ગયો છે અને જે મારા સાનિધ્યમાં અંધકાર ઊભો રહે, ટકી રહે, તો મારું અસ્તિત્વ ના રહે. સૂર્યનારાયણ તો માત્ર સમષ્ટિના કલ્યાણ માટે જગતને પ્રકાશ અને જીવન આપવા માટે કરોડો માઈલની મુસાફરી કરે છે. તેને માટે કંઈ પણ પગાર માગતા નથી. નિયત સમયથી એક પળ પણ મોડા પડ્યા નથી. પગાર, પેન્શન, ગ્રેજ્યુઇટી કશાની તેમને કામના નથી. માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કર્તાપણાના અભિમાન સિવાય તે કર્મ કરે છે. આ નિષ્કામ કર્મ કહેવાય.
એક માતા પોતાના નાના બાળકની માવજત કરે છે. આ બાળકને ૧૦૪ ડિગ્રી તાવ આવ્યો હોય અને તેની મા ચાર રાતના ઉજાગરા કરે, તેને તમે કહો કે તને એક હજાર રૂપિયા આપું, તું આ બાળકને ધવરાવીશ નહિ અને માવજત કરીશ નહિ. વળી આ બાળક મોટું થશે ત્યારે તે અને તેની પત્ની બંને તને મારશે અને દુઃખી કરશે. છતાં પણ મા તમારી વાત કબૂલ રાખે નહિ. છોકરો તેને દુઃખી કરે કે સુખી કરે, પરંતુ મા તો નિષ્કામભાવે બાળકની માવજત કરે જ. નિષ્કામ કર્મનાં આવાં અનેક દૃષ્ટાંતો દુનિયામાં છે.
મોટો પાંચ હજારનો પગારદાર ડિરેક્ટર ઓફ પ્રોહિબિશન દારૂબંધીનું જે કામ ન કરી શકે તેવું કામ વગર પગારે હજરત મહંમદ પયગંબરે, સહજાનંદ સ્વામીએ અને મહાત્મા ગાંધીજીએ કરી બતાવ્યું. જેણે પગાર ખાધો છે તે કામ કરી શક્યા નથી. જેણે કામ કર્યું છે તેણે કદી પગાર માગ્યો નથી. મહંમદ પયગંબરે, જિસસ ક્રાઈસ્ટ, સહજાનંદ સ્વામીએ અગર મહાત્મા ગાંધીજીએ સમષ્ટિના કલ્યાણ માટે નિષ્કામ ભાવે જે કામ કર્યા છે, તેને માટે તેમણે કોઈ દિવસ પગાર, પ્રમોશન, પેન્શન, ગ્રેજ્યુઇટી, હકરજા કે કેમ્પલ રા – કંઈ પણ માગ્યું નથી. નિષ્કામ કર્મયોગ દ્વારા માણસ ક્રિયમાણ કર્મને કંટ્રોલ કરી શકે અને તેને સંચિત કર્મમાં જમા થવા દે નહિ અને તે રીતે જન્મમરણના ચક્કરમાં ફસાય નહિ.
હવે પ્રારબ્ધ કર્મને કેવી રીતે કંટ્રોલ કરવાં તે જોઈએ. ૨૫. પ્રારબ્ધ તો ભોગવ્યે જ છૂટકોઃ
ક્રિયમાણ કર્મ પાકીને પ્રારબ્ધરૂપે આવીને સામાં ખડાં થયાં છે, તે તો ભોગવે જ છૂટકો. જીવનકાળ દરમિયાન જેટલાં પ્રારબ્ધથી કર્મ ભોગવવાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org