________________
કર્મનો સિદ્ધાંત
૩૯
બુદ્ધિ સીતાના હરણમાં વપરાઈ ગઈ.
કેવા હતા કૌરવ કાળજ્ઞાની, (પણ) કુસંપમાં પાછી કરી ન પાની, કપાઈ મુવા દ્વેષ સહિત ક્રોધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
કૌરવો મૂર્ખ નહોતા. ગુરુ દ્રોણના શિષ્ય હતા. યુધિષ્ઠિર અર્જુનની સાથે ભણતા હતા. ધર્મ એટલે શું અને અધર્મ એટલે શું? તેનું તેમને ભાન હતું. ખુદ દુર્યોધને મહાભારતમાં કબૂલ કરેલું છે કે -
જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમુ ન ચ મે નિવૃત્તિઃ | કેનાપિ દેવેન દિ સ્થિતન, યથા નિયુક્તોડસ્મિ તથા કરોમિ //
ધર્મ અને અધર્મનું ભાન હોવા છતાં અંતઃકરણમાં પડેલી કામનાઓ અને વાસનાઓ પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ અવળી ફેરવી નાખે છે.
કર્મ બુદ્ધયાનુસારિણમ્
તેથી ઊલટું, ક્રિયમાણ કર્મ કરવામાં જીવ સ્વતંત્ર હોવાથી તેનું તેવું યમાણ કર્મ તેની શુદ્ધ અગર અશુદ્ધ બુદ્ધિને અનુસરે. જેટલી બુદ્ધિ શુદ્ધ અને સાત્ત્વિક તેટલું નવું ક્રિયમાણ કર્મ શુદ્ધ અને સાત્ત્વિક બને છે. ભગવદ્ ગીતામાં તેને “વ્યાવસાયિાત્મિકા” બુદ્ધિ કહે છે.
નવાં ક્રિયમાણ કર્મમાં બુદ્ધિ પર માણસોનો કાબૂ રહે છે, અને તેમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિનો જેટલો ઉપયોગ કરે તેટલું તે સારું કામ કરી શકે છે. પરંતુ જન્મ-જન્માન્તરની કામનાઓ અને વાસનાઓના લપરડા જેના અંતઃકરણના પટ ઉપર પડેલ છે તે જીવ કામનાઓ અને વાસનાઓને વશ થઈ જાય છે અને તેની બુદ્ધિ તેને નવાં ખોટાં ક્રિયમાણ કર્મ કરાવે છે, જે ભવિષ્યમાં પ્રારબ્ધ થઈને તેની સામાં આવે છે. આ માણસ પોતાની કામનાઓ અને વાસનાઓ ઉપર જે બરાબર કાબૂ રાખે (જે તેના હાથની વાત છે અને તે કાબૂ રાખવામાં તેને પરમાત્માએ સ્વતંત્રતા આપેલી છે.) તો તેની બુદ્ધિ વ્યાવસાયાત્મિકા એટલે વિશુદ્ધ અને સાત્ત્વિક બને અને તે કુકર્મ કરતાં તેને અટકાવે અને ધર્મ, ન્યાય, નીતિથી વર્તવામાં મદદ કરે.
ઉપર પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં “બુદ્ધિઃ કર્માનુસારિણિ' – બુદ્ધિ કર્મને અનુસરે છે; જ્યારે ક્રિયમાણ કર્મ કરવામાં “કર્મ બુદ્ધયાનુસારિણમ્” - બુદ્ધિને અનુસરે છે. પ્રારબ્ધ ભોગવવામાં કર્મ તેવી બુદ્ધિ થાય અને પ્રારબ્ધ ક્રિયમાણ કર્મમાં જેવી બુદ્ધિ તેવું કર્મ થાય. પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ પૂર્વકૃત કર્મના કહ્યામાં રહીને વર્તે છે. જ્યારે નવાં ક્રિયમાણ કર્મમાં કર્મ બુદ્ધિના કહ્યામાં રહીને બને છે. ૨૬. (૨) ગ્રહો-નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે?
માણસનું જેવું પ્રારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારનાં ગ્રહો અને નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાયેલાં હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org