Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ કર્મનો સિદ્ધાંત અથવા અશુભ પ્રારબ્ધ ભોગવવા પ્રમાણેની ગ્રહો અને નક્ષત્રોની ગતિ હોય છે. તેની ગણતરી કરીને માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા ખરાબ છે તે સાચું જેનારા કદાચ જાણી શકે અને ખરાબ વખતમાં માણસ જાગ્રત રહીને અગાઉથી ચેતી જઈને તે સમય દરમિયાન શુભ કર્મોમાં વધારે પ્રવૃત્ત થાય. આમ જ્યોતિષશાસ્ત્ર જીવને કલ્યાણકારી પ્રવૃત્તિમાં જોડવા માર્ગદર્શન આપે છે, આ પ્રમાણે જે માણસ કલ્યાણકારી પ્રવૃત્તિ કરતો હોય તેને ગ્રહો-નક્ષત્રોથી બીવાની જરૂર નથી. - રાહુ, કેતુ, ગુરુ, મંગળ, બુધ વગેરે ગ્રહો એ ઘણા મોટા પવિત્ર અને નીતિવાન, પ્રામાણિક અમલદારો કર્મના કાયદાનો અમલ (Implement) કરવા માટે નિમાયેલા છે, જે કર્મના કાયદાની મર્યાદામાં રહીને જીવને શુભ-અશુભ પ્રારબ્ધ ભોગવાવે છે પરંતુ તેમાંથી છટકવા દેતા નથી. આ ઉચ્ચ કક્ષાના પવિત્ર પ્રામાણિક અમલદારો દુનિયાના બીજા કેટલાક અમલદારો જેવા લાલચુ કે લાંચિયા નથી. આખી જિંદગી મંગળવારે તમો એક ટાઈમ જમો અને શુક્રવારે નર્યા ચણા ખાઈને રહો કે શનિવારે અડદ ખાઈને રહો તો પણ પ્રારબ્ધ ભોગવવું પડે. આવાં વ્રત-ઉપવાસ કરવાથી તે વખતે જીવ પાપકર્મ કરતાં અટકે એટલો તેને ફાયદો થાય. પરંતુ આ ગ્રહો-નક્ષત્રો જીવને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ મુક્તિ આપી શકે નહિ. * તમે ચોરી કરો તો તમને પોલીસ પકડી જાય. તમારે પોલીસવાળા સાથે ઓળખાણ હોય તો બે બીડી પીવા આપે અગર તો તમને બે ડંડા ઓછા મારે એટલું જ. પરંતુ પોલીસવાળો તમને છોડી મૂકી શકે નહિ – કદાચ જો તે તમને લાંચ લઈને અગર ઓળખાણના દાવે છોડી મૂકે તો તે પોલીસવાળો જાતે જ નોકરીમાંથી બરતરફ થઈ જાય. ગ્રહો-નક્ષત્રો પણ મોટા પ્રામાણિક અમલદારો છે. તેમની ઉપાસના કરો તો તમને પ્રારબ્ધ ભોગવવામાં થોડી માનસિક શાંતિ આપી શકે, પરંતુ તમને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકે નહિ. તેમની ઉપાસના કરતાં તમે સાત્ત્વિક વૃત્તિ કેળવો તો પ્રારબ્ધ જલદ બની શકે નહિ એટલો જ ફાયદો થાય. તમે ભાડૂતી બ્રાહ્મણને બોલાવીને તેનો પગાર નક્કી કરીને તેની પાસે તમારા વતી કોઈ ગ્રહના જપ કરાવો અને તમે તમારી મેળે જે તે પાપકર્મ કરતા રહો તો આ ગ્રહો જરા પણ પ્રારબ્ધ ભોગવવામાં અનુકૂળતા કરી આપે નહિ. ગ્રહોની આવી ખોટી સિફારસ – કે લાગવગ કરવાનો અગર તેમને લાંચ આપવાનો વિચાર - કદાપિ કરવો નહિ. તમે હનુમાનજીની પ્રાર્થના કરી કે હે હનુમાન દાદા ! જો તમે મને સો ડબા તેલના ડાબે હાથે અપાવશો તો હું તેમાંથી એક તેલનો ડબો તમારે માથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110