________________
કર્મનો સિદ્ધાંત
છે. જ્યારે ધર્મ અને મોક્ષ જેને માટે માણસે હંમેશાં સતત જાગ્રત રહીને પુરુષાર્થ કરવો જોઈએ, તેને તદ્દન પ્રારબ્ધ ઉપર છોડી દે છે, અને તેથી કરીને તે બંને બાજુએ ગોથાં ખાય છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું છે કે
ઊર્ધ્વબાહુ પ્રવક્ષ્યામિ ન ચ કશ્ચિત કૃણોતિ મેT
બે હાથ ઊંચા કરીને હું આખા જગતને ચેતવી રહ્યો છું પરંતુ કોઈ મારું સાંભળતું નથી. અર્થ અને કામનો હું શત્રુ નથી. અર્થ અને કામની ઉપાસના ભલે કરો. પણ તે ધર્મની અણમાં રહીને અને મોક્ષની પ્રાપ્તિ માટે'' આટલું એક સનાતન સત્ય માનવીને કહેવા માટે ઈતિહાસનો દષ્ટાંત તરીકે ઉપયોગ કરીને મહર્ષિ વ્યાસે આખું મહાભારત રચ્યું છે. નસીબદાર હો તો વાંચી જજો. ૧૪. પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાંનાં
વિરોધી નથી, પણ પૂરક છે :
આજે જે ક્રિયમાણ કર્મ (પુરુષાર્થ) કરીએ છીએ તે સંચિતમાં જમા થશે અને તે જ કાળે કરીને પાકીને પ્રારબ્ધ બને છે. બને છે. અને તે પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે. એટલે ખરી રીતે તો પુરુષાર્થ જ કાળે કરીને પ્રારબ્ધ બને છે. અને તેથી પ્રારબ્ધ અને પુરુષાર્થ વિરોધી હોઈ શકે જ નહિ. બલકે પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને એક જ છે. તે બંનેનાં કાર્યક્ષેત્રો જુદાં જુદાં હોવાથી તે એકબીજાંની અથડામણમાં પણ આવતાં નથી. પ્રારબ્ધ ચાલુ શરીરને ભોગ પ્રદાન કરે છે, જ્યારે પુરુષાર્થ ભવિષ્યની સૃષ્ટિને તૈયાર કરે છે જેથી કરીને કાળાન્તરે તે જ પુરુષાર્થ પ્રારબ્ધ બનીને ભવિષ્યમાં શરીરને પ્રદાન કરે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે Man is the Architect of his own fortune.
માણસ પોતાનું પ્રારબ્ધ પોતાની જાતે જ પોતાના હાલના પુરુષાર્થથી ઘડી શકે છે. પ્રારબ્ધ સિવાયનો પુરુષાર્થ પાંગળો છે, અને પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે. એક આંધળા અને એક લંગડા મિત્રની વાત જેવું છે. આંધળાને રસ્તો દેખાતો નથી અને લંગડો રસ્તા ઉપર ચાલી શકતો નથી. તેથી બંને રસ્તા ઉપર પ્રવાસ કરી શકતા નથી. પરંતુ બંને મિત્રોએ વિવેકબુદ્ધિ વાપરી. લંગડો આંધળાના ખભા ઉપર બેસી ગયો અને આંધળો ચાલવાં લાગ્યો અને લંગડો રસ્તો બતાવવા લાગ્યો. અને બંનેએ રસ્તાની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. જીવનયાત્રા પણ સફળતાપૂર્વક પૂરી કરવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ એકમેકનાં પૂરક બને છે. તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો. બીજો કોઈ પણ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી. તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે.
સુખસ્ય દુઃખસ્ય ન કોડપિ દાતા પર દદાતીતિ કુબુદ્ધિરેષા અહં કરો મીતિ વૃથાભિમાનઃ સ્વકર્મસૂત્રાતુ ગ્રથિતોહિ લોકઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org