________________
ક
-
કર્મનો સિદ્ધાંત
૨૩ સ્ત્રી-પુત્રાદિક મળે, પરંતુ જે કાંઈ મળે તેનો સાધન તરીકે વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો તેમાં ખરો પુરુષાર્થ સમાયેલો છે. પાસ થવું એ પ્રારબ્ધ છે, પણ પોતાના આત્માને સંતોષ થાય તેવો પુરુષાર્થ તો માણસે કરવો જ પડે. પૈસા ઓછા-વત્તા મળે તે પ્રારબ્ધ છે, પરંતુ તે નેકીથી કમાવા તે પુરુષાર્થ છે. વધુ પૈસા મળે તો જ સુખી થવાય તેવું નથી. અધર્મથી પ્રાપ્ત કરેલ અર્થ અનર્થ બની જાય છે. પાપથી પેદા કરેલા પૈસાથી ધનાઢય થયેલા શેઠિયાઓ ઘણા જ દુઃખી છે. છોકરાં ઉઘખોદિયાં પાકે છે અને સ્ત્રી પણ નફફટ મળે છે.
પૈસા હોય તો પૈસા હોવાની પરિસ્થિતિનો લાભ લઈને માણસે મોક્ષમાર્ગ ઉપર જવું. પૈસા ન હોય તો પૈસા ન હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષમાર્ગ ઉપર જવું. પત્ની હોય તો પત્ની હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષમાર્ગ ઉપર જવું અને વિધુર થઈએ તો વિધુર હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષમાર્ગ ઉપર જવું. પ્રારબ્ધવશાત્ જે દેહ, સ્ત્રી, પુત્ર, ધન આદિ જે કાંઈ પ્રાપ્ત થાય અગર ના થાય, તે પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષમાર્ગ ઉપર જવાનો પુરુષાર્થ કરવાનો છે.
અકૃત્વા પરસંતાપમ્, અગત્વા ખલનમ્રતા
અક્લેશયિત્વા ચ આત્માનમ્, વત્ સ્વલ્પમપિ તર્બહુ કોઈની પણ આંતરડી કકળાવ્યા વગર, નીચ માણસોની દાઢીમાં હાથ ઘાલ્યા વગર અને પોતાના આત્માને કલેશ કરાવ્યા સિવાય, જે કંઈ થોડુંઘણું પ્રારબ્ધવશાત્ મળે તે બહુ થઈ ગયું, એવા સંતોષ સાથે સતત પુરુષાર્થ કરતા જ રહેવું પડે. ૧૩. પ્રારબ્ધ ક્યાં લડાવવું, પુરુષાર્થ ક્યાં કરવો ?
માણસને જીવનકાળ દરમિયાન અનેક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ધન, સ્ત્રી, પુત્ર, બંગલો, મોટર, કીર્તિ, દાન, ધ્યાન, મોક્ષ, ધર્મ વગેરે ઘણી વસ્તુઓ મેળવવાની તેની ઘણી ઈચ્છાઓ અને કામનાઓ હોય છે. શાસ્ત્રોએ આ તમામ ઇચ્છાઓના મુખ્ય ચાર વિભાગ પાડેલા છે:
(૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ,
ઉપર્યુક્ત ચારેય પદાર્થ માણસે પ્રાપ્ત કરવા જોઈએ. ધર્મથી અર્થ પ્રાપ્ત કરવો. અધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ અનર્થ બની જાય છે. ધર્મ અને અર્થથી પ્રાપ્ત થયેલ કામનાથી તૃપ્ત થઈને જીવનું આખરી ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. આ ચાર પદાર્થ પૈકી (૧) અને (૪) ધર્મ અને મોક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. તેને કદાપિ પ્રારબ્ધ ઉપર છોડાય જ નહિ. જ્યારે (૨) અને (૩) અર્થ અને કામ પ્રાપ્ત કરવાનું માણસે પ્રારબ્ધ ઉપર છોડી દેવું જોઈએ. તેને માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી. પરંતુ આપણે તેથી ઊંધી જ દિશામાં ફરીએ છીએ. અર્થ અને કામ પ્રારબ્ધ ઉપર છોડી દેવાને બદલે માણસ તેને માટે સતત રાત-દિવસ પુરુષાર્થ કરે છે અને આખરે પ્રારબ્ધ આગળ ઢીલો પડી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org