________________
કર્મનો સિદ્ધાંત
ઘણા માણસો એમ સમજે છે કે કદાચ ત્રણ મણ પાપકર્મ કરીશું, તો ત્યાર પછી તેની સામે પાંચ મણ પુણ્યકર્મ કરી નાખીશું એટલે પાંચ મણ પુણ્યમાંથી ત્રણ મણ પાપ બાદ કરતાં માત્ર બે મણ પુણ્ય જ ભોગવવાનું રહેશે અને ત્રણ મણ પાપ ભોગવવું નહિ પડે. આ ગણિત ખોટું છે. કર્મના કાયદામાં બાદબાકી નથી. તેમાં સરવાળો કરવાનો હોય છે. તેમે ત્રણ મણ પાપકર્મ કરો ને પાંચ મણ પુણ્યકર્મો કરો તો તમારે આઠ મણ કર્મનાં ફળ ભોગવવાં જ પડે. પાંચ મણ પુણ્ય કર્મના ફળસ્વરૂપે પાંચ મણ સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે અને ત્રણ મણ પાપકર્મના ફળસ્વરૂપે ત્રણ મણ દુ:ખ ભોગવવાં પણ દેહ ધારણ કરવો પડે. એમ સરવાળો કરીને આઠ મણ પાપ-પુણ્યનાં ફળસ્વરૂપે આઠ મણ સુખ-દુઃખ ભોગવવાં દેહ ધારણ કરવો પડે.
૧૦. તો પછી મોક્ષ ક્યારે ?
માનવ માત્ર મોક્ષનો અધિકારી છે, અને માનવશરીર મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે. માનવશરીર ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત ના કરી લે તો પછી ચોર્યાસી લાખ યોનિમાં ફરીથી ભટકવાની દશા આવે. મનુષ્ય માત્ર દેહના બંધનમાંથી છૂટીને પરબ્રહ્મમાં લીન થવાને ધારે તો સમર્થ છે અને સ્વતંત્ર પણ છે. કારણ કે તે પરાત્પર બ્રહ્મનો જ અંશ હોઈ તેમાં જ લીન થવાને - મોક્ષ પ્રાપ્ત કરવાને માટે તે આખરે સર્જાયો છે. પરંતુ જ્યાં સુધી તે પૂરેપૂરાં પ્રારબ્ધ ભોગવી ના લે અને પાછળનાં અનાદિકાળનાં અનેક જન્મ-જન્માંતરનાં સંચિત કર્મના જમા થયેલા અસંખ્ય હિમાલયો ભરાય તેટલા કર્મના ઢગલાને આ જીવનકાળ દરમિયાન સાફ ના કરે, ભસ્મ ના કરે, ત્યાં સુધી તેને વારંવાર અનંતકાળ સુધી અનેક જન્મો – અનેક દેહ ધારણ કરવા જ પડે, ત્યાં સુધી તેને મોક્ષ મળે જ નહિ. તેને મોક્ષ મેળવવાની તીવ્ર ઇચ્છા થાય અને તેને મોક્ષ મેળવવો જ હોય તો તેને તમામ સંચિત કર્મોનો ધ્વંસ કરવો પડે. તમામ સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવાં પડે અને ચાલુ જીવનનાં પ્રારબ્ધકર્મોને પૂરેપૂરાં ભોગવી લેવાં પડશે. આ જીવનકાળ દરમિયાન અત્યારથી જ તેણે નવાં ક્રિયમાણ કર્મ એવી રીતે કરવાં જોઈએ કે જે કરતાંની સાથે તરત જ ફળ આપીને શાંત થઈ જાય અને તેથી કરીને તેમાંનું એક પણ ક્રિયમાણ કર્મ (સંચિત કર્મમાં જમા થાય નહિ, જેથી ભવિષ્યમાં તે સંચિત કર્મ) પાકીને ફળ આપવા પ્રારબ્ધરૂપે સામે આવીને ખડું થાય નહિ અને તે ભોગવ્યા પછી કોઈ દેહ ધારણ કરવો પડે નહિ. પરંતુ મુશ્કેલી એ છે કે જીવ ચાલુ જીવનકાળ દરમિયાન ભોગવવા પાત્ર થતાં પ્રારબ્ધકર્મો ભોગવતાં ભોગવતાં એટલાં નવાં અસંખ્ય ક્રિયમાણ કર્મો કરે છે. તે ભોગવવાં બીજા અસંખ્ય જન્મો ધારણ કરવા પડે, એટલે આ વિષચક્રનો અંત જ આવતો નથી, એટલે પહેલાં તો આ જીવનકાળ દરમિયાન હવે પછી તે
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org