________________
કર્મનો સિદ્ધાંત
૧૫. કર્મ કરવામાં સ્વતંત્ર
-
ગીતાનું એક મહાવાક્ય છે કે
ફળ ભોગવવામાં પરતંત્ર :
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
કર્મ કરવામાં તારો અધિકાર છે, પરંતુ ફળ ભોગવવામાં તારો અધિકાર નથી. તું કર્મ કર પણ ફળની આશા રાખીશ નહિ. આ મહાવાક્યનો અર્થ કરવામાં થોડી ગેરસમજૂતી થવાનો સંભવ છે. ભગવાન એવું ના કહે કે તું કર્મ કર, પરંતુ ફળની આશા રાખીશ નહિ. તું આખો મહિનો નોકરી કર, પરંતુ પહેલી તારીખે પગાર માંગીશ નહિ અને લઈશ નહિ. રેલવે-સ્ટેશનથી મજૂર પાસે પોટલું ઊંચકાવીને હું તેને ગીતાનો ઉપદેશ કરું કે ભાઈ, તું ગીતા વાંચ. કર્મ કરવામાં તારો અધિકાર છે. પરંતુ મજૂરીની પાવલી માંગવાનો તારો અધિકાર નથી. તો તો પેલો મજૂર મને એવો જવાબ આપે કે મારે ગીતાનું જ્ઞાન જોઈતું નથી, પણ મજૂરીની પાવલી જ જોઈએ, ગીતા તમે એકલા વાંચજો. મને મારી મજૂરીના ચાર આના આપી દો. કર્મ કરે એટલે ફળ તો મળે જ, ફળ આપ્યા સિવાય કર્મ શાંત થાય નહિ.
Jain Education International
૨૫
તો ઉપર્યુક્ત મહાવાક્યનો અર્થ સ્પષ્ટ છે. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહિ. એટલે કે કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પરંતુ ફળ ભોગવવામાં તું પરતંત્ર છે. કર્મ કરવું, ના કરવું, કેવું કરવું, કે ના કરવું, શુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાં પ્રવૃત્ત થવામાં તું સ્વતંત્ર છું. પરંતુ તેનું ફળ ભોગવવામાં પરતંત્ર છું. એટલે કે તારે ફળ ના ભોગવવું હોય તો પણ પરાણે ભોગવવું જ પડશે. તેમાં આનાકાની કે છટકબારી ચાલશે નહિ.
હું તમારે ત્યાં મહેમાન તરીકે જમવા આવ્યો. તમે મારે માટે દૂધપાક, પૂરી, બે શાક, ભજિયાં, વાલ, કઠોળ, ફરસાણ, અથાણાં, પાપડ વગેરે અનેક વાનગીઓ બનાવીને મને પીરસી. તેમાં શું ખાવું, શું ના ખાવું, શું વધારે ખાવું, તેમાં હું સ્વતંત્ર છું. હું જે વાનગી વધારે ખાઉં તે વાનગી તમે મને વધારે ને વધારે પ્રેમથી પીરસ્યા કરો. મારી તબિયતને કઈ વાનગી અનુકૂળ છે તેનું ભાન મારે રાખવાનું છે, તમારે નહિ. હું નર્યા વાલ ખાઈશ તો મને ઝાડા થઈ જશે, એનું ભાન મારે રાખવાનું છે, તમારે નહિ. તમે તો રાજી થઈને મને વાલ જ પીરસ્યા કરો. ખૂબ વાલ ખાવામાં હું સ્વતંત્ર છું પરંતુ પછીથી કળશ્યા ભરવામાં અને જાજરૂ તરફ આખો દિવસ દોડાદોડ કરવામાં હું પરતંત્ર છું. તેમ કરવાથી હું છટકી શકું નિહ. અને તેમાં તમારી અગર તો કોઈ સારા ડૉક્ટરની પણ લાગવગ ચાલે નહિ. ૧૬. ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ ડે
શુભ કર્મનું ફળ સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે અને પાપકર્મનું ફળ દુ:ખ ભોગવવા પણ દેહ ધારણ કરવો જ પડે. ફળ ભોગવવા માટેનું સાધન દેહ
For Private & Personal Use Only
www.jainelibrary.org