________________
કર્મનો સિદ્ધાંત
હું એસ.ટી. બસના કંડક્ટર છું. એક પેસેન્જર તેની એક લાખ રૂપિયાની થેલી મારી બસમાં ભૂલી ગયો. તે થેલી લઈને હું તેને ઘેર આપવા ગયો. તેના બદલામાં ઘણા પ્રેમ અને આગ્રહપૂર્વક તેણે મને પાંચસો રૂપિયા ઇનામ તરીકે આપ્યા અને સત્ત્વગુણી જીવ હોવાથી આપેલા પૈસાનો મેં સ્વીકાર કર્યો, અને તે રીતે મારું પાંચસો રૂપિયા મેળવવાનું પ્રારબ્ધ ભોગવી લીધું. સાથે સાથે મેં થોડું પુણ્ય પણ પેદા કરી લીધું. આ પ્રમાણે ગમે તે રીતે પાંચસો રૂપિયા અપાવ્યા પછી જ મારું પહેલાંનું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ રૂપે ફળ આપીને શાંત થયું. જે હું તમોગુણી જીવ હોઉં તો લાંચ લઈને મારું પ્રારબ્ધ ભોગવું. જો હું રજોગુણી જીવા હોઉં તો સોદાબાજી કરીને પ્રારબ્ધ ભોગવું અને જો હું સત્ત્વગુણી હોઉં તો કોઈની આંતરડી ઠારીને પ્રારબ્ધ ભોગવું. ઉપર પ્રમાણે સત્ત્વગુણી, રજોગુણી, તમોગુણી જીવની પ્રારબ્ધ ભોગવવાની રીત જુદી જુદી હોય છે, પરંતુ તે ત્રણેય પ્રકારના જીવોને પ્રારબ્ધ તો ભોગવવું જ પડે, અને તો જ કર્મ શાંત થાય. ૧૦. ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ :
સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી ત્રણ પ્રકારના જીવોની ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. કર્મનું ફળ તો ત્રણેય પ્રકારના જીવોને ચોક્કસ મળવાનું. પરંતુ -
સત્ત્વગુણી જીવ કહે છે – હું કર્મ કરીશ, ફળ મળે યા ન મળે, રજોગુણી જીવ કહે છે – હું કર્મ કરીશ પરંતુ ફળ નહિ છોડું, તમોગુણી જીવ કહે છે – ફળ નહિ મળે ત્યાં સુધી કર્મ નહિ કરું.
એક માણસનો દીકરો ઓચિંતો રાત્રે બાર વાગ્યે બીમાર પડી ગયો. તે માણસ મધરાત્રે ડૉક્ટરને વિઝિટે બોલાવવા ગયો. ડૉક્ટર સત્ત્વગુણી હતો. તેણે ભરઊંઘમાંથી ઊઠીને જાણ્યું કે તે માણસનો છોકરો સખત બીમાર છે. તુરત જ દવા. ઇજેકશનોની બૅગ લઈને વિઝિટે જવા તૈયાર થઈ ગયો. પેલા માણસે ડૉક્ટરને વિઝિટ ફી સંબંધી પૂછ્યું. પરંતુ સત્ત્વગુણી ડૉક્ટરે કહ્યું કે વિઝિટ ફીની વાત પછી. પહેલાં તમારા દીકરાનું દર્દ મને મટાડવા દો. વિઝિટ ફી તો તેને મળવાની જ છે પરંતુ સત્ત્વગુણી જીવ કહે છે - હું દર્દ મટાડીશ, વિઝિટ ફી મળે યા ના મળે.
આ ડૉક્ટર રજોગુણી હોય તો એમ કહે કે હું દર્દ મટાડીશ પરંતુ મારી વિઝિટ ફી દસ રૂપિયા આપવી પડશે.
આ ડૉક્ટર તમોગુણી હોય તો એમ કહે કે પહેલાં દશ રૂપિયા વિઝિટ ફીના ધરી દો, પછી હું વિઝિટે આવું.
ત્રણેયને વિઝિટ ફી તો મળશે જ. પરંતુ ત્રણેયની ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિમાં ફરક પડે. એટલે પેલો માણસ રાજી થઈ સત્ત્વગુણી ડૉક્ટરને દશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org