Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ કર્મનો સિદ્ધાંત શાંત થાય. ફળ આપ્યા સિવાય શાંત થાય નહિ, ક્રિયમાણ કર્મને ફળ આપ્યું જ છૂટકો. ફળ ભોગવ્યે જ છૂટકો. દાખલા તરીકે, તમને તરસ લાગી, તમે પાણી પીધું. પાણી પીવાનું કર્મ કર્યું - તરસ મટી ગઈ. કર્મ ફળ આપીને શાન્ત થઈ ગયું. તમે ખાધું, ખાવાનું કર્મ કર્યું, ભૂખ મટી ગઈ - કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે નાહ્યા - નાહવાનું કર્મ કર્યું, શરીર શુદ્ધ થઈ ગયું - કર્મનું ફળ મળી ગયું, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું - તમે કોઈને ગાળ દીધી - તેણે તમને લાફો માર્યો, કર્મનું ફળ મળી ગયું, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આવી રીતે તમામ ક્રિયમાણ કર્મને ફળ બાઝે જ અને ફળ ભોગવાવીને જ શાંત થાય. ૫. સંચિત કર્મ : - - પરંતુ કેટલાંક ક્રિયમાણ કર્મ એવાં હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી. તેનું ફળ મળતાં વાર લાગે છે. અને કર્મનાં ફળને પાકતાં વાર લાગે, ત્યાં સુધી તે ક્યાં રહે છે અને કર્મ ફળ આપે નહિ ત્યાં સુધી સિલકમાં જમા રહે, સંચિત થાય છે, તેને સંચિત કર્મ કહેવાય. દાખલા તરીકે તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું. મહિના પછી તેનું પરિણામ બહાર પડે, તમે સવારે રેચ લીધો - ચાર કલાક પછી બપોરે તમને રેચ લાગે. તમે આજે કોઈને ગાળ દીધી. દસ દિવસ પછી લાગ જોઈને તે તમને લાફો મારી જાય. તમે તમારી જુવાનીમાં તમારાં માબાપને દુઃખી કર્યાં, - તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુ:ખી કરે. તમે આ જન્મમાં સંગીત વિદ્યાની ઉપાસના માટે મહેનત કરી, આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો. એમ કેટલાંક ક્રિયમાણ કર્મો તાત્કાલિક ફળ નથી આપતાં, પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે, ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડ્યાં રહે. ૯ બાજરી નેવું દિવસે પાકે, ઘઉં ૧૨૦ દિવસે પાકે, આંબો પાંચ વર્ષે ફળ આપે, રાયણ દસ વર્ષે ફળ આપે. જે જાતનાં, ક્રિયમાણ કર્મનાં બીજ તે પ્રકારે તેને ફળતાં ઓછીવત્તી વાર લાગે. આવાં અનેક સંચિત કર્મો જીવની પાછળ પડ્યાં છે. દાખલા તરીકે, આજે આખા દિવસમાં ધારો કે તમે ૧૦૦૦ ક્રિયમાણ કર્મ કર્યાં, તેમાંથી ૯૦૦ ક્રિયમાણ કર્મો એવાં હોય કે જે તાત્કાલિક ફળ આપીને તરત જ શાંત થઈ જાય છે. પરંતુ ૧૦૦ કર્મો એવાં હોય છે કે જેને ફળતાં વાર લાગે, તે સંચિત કર્મમાં જમા થાય. એવી રીતે આજે ૧૦૦ કર્મો સંચિત થયાં, આવતી કાલે બીજાં ૧૨૫ કર્મ સંચિતમાં જમા થાય, ૫૨મ દિવસે તેમાંથી ૭૫ કર્મ ફળે - વપરાય અને શાંત થાય. ચોથે દિવસે વળી બીજાં ૮૦ કર્મ સંચિતમાં જમા થાય. એ પ્રમાણે ભરઢોળ કરતાં કરતાં અઠવાડિયાના અંતે ધારો કે ૩૦૦ સંચિત કર્મ થાય અને મહિનાની આખરે ૧૧૦૦ કર્મ સંચિત થાય અને વર્ષની આખરે ૧૪૦૦૦ કર્મ સંચિતમાં જમા થાય અને જીવનના અંતે ધારો કે આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110