________________
કર્મનો સિદ્ધાંત
અને હે ભગવાન ! હવે મારો ક્યારે છુટકારો થશે, મારું પાનિયું ક્યારે નીકળશે એમ અનેકવાર બકવાટ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરાં પ્રારબ્ધ કર્મ ભોગવી રહે નહિ, ત્યાં સુધી તે દેહ છૂટે નહિ અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય, પરંતુ એક ટીપું પાણી પાવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઊભો ના રહે. દેહ તુરત જ છૂટી જાય અને પછી જે બીજાં સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયાં હોય તે પ્રારબ્ધ કર્મનાં ફળ ભોગવવાને અનુકૂળ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિ તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાનાં તમામ પ્રારબ્ધ કર્મો ભોગવીને છૂટે. એમ જીવ વારંવાર જન્મમરણના ચક્કરમાં ભમ્યા કરે છે.
આમ અનાદિકાળથી અનેક જન્મજન્માંતરનાં જમા થયેલાં સંચિતકર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધરૂપ તૈયાર થતાં જાય, તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે, ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય. એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ -
પુનરપિ જનનું પુનરપિ મર, પુનરપિ જનની જઠરે શયનં . ઈહ સંસારે ખલુ દુસ્તારે, કૃપયાપારે પાહિ મુરારે |
અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે - ભટક્યા જ કરે. નવાં ક્રિયમાણ કર્મો કર્યા જ કરે. તેમાંથી અનેક સંચિતકર્મો જમા થયા જ કરે. તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધરૂપે જીવની સામે આવીને ઊભાં જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે જ નહિ એટલે સંસાર-સાગર દુત્તર ગણાયો છે. ૭. કરેલાં કર્મો ભોગવવાં જ પડેઃ
કર્મ કર્યું કે તેનું ફળ ચોંટ્યું જ સમજી લો. પછી તમે ફલ ભોગવવામાંથી છટકી શકો જ નહિ. છટકવા ગમે તેટલા ઉધામા કરો તો પણ ફળ ભોગવ્યા સિવાય કમ શાંત થાય નહિ. તમારી પાછળ પાછળ ફળ ભમ્યા કરે, ભોગવીને જ છુટકારો કરે. કદાચ તમે બુદ્ધિશાળી હો અને આ દુનિયાની કોર્ટમાંથી સારા વકીલ રોકીને છટકો પણ ઉપલી સુપ્રિમકોર્ટ - કુદરતની કોર્ટ તમને ઝાલી પડે, છોડે નહિ. ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારિશ ના ચાલે.
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન્સ જજ હતા. જાતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાન્તી. કર્મના કાયદાના અઠંગ અભ્યાસી. સાબરમતી નદી પાસે રહેતા હતા.
એક સવારે પરોઢિયે મળસકામાં થોડા અંધારામાં નદીના વાંઘામાં કુદરતી હાજતે જવા બેઠેલા. ત્યાં નજદીકમાંથી એક માણસ દોડતો હતો. તેની પીઠમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org