________________
કર્મનો સિદ્ધાંત દીધું કે મેં ભૂતકાળમાં બે ખૂન કરેલાં અને તેના કેસ ચાલેલા. પરંતુ તે વખતે મેં હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસખાતામાં વેરેલા તેથી હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો, પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું.
સેશન્સ જજને ગેડ બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં કયાંય ગફલત નથી. પહેલાં બે ખૂન વખતે તહોમતદારનું પુણ્ય તપતું હશે, તેથી તેનાં ક્રિયમાણ કર્મોને ફળ આપવામાં વાર લાગી અને તે કર્મ સંચિતમાં જમા રહ્યું અને હવે
જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલાં બે ખૂનના ફળસ્વરૂપે તે સંચિત કર્મ પાક્યાં અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર-ચક્કરમાં ઝડપાઈ ગયો અને સંચિત કર્મો પાડીને પ્રારબ્ધરૂપે તેની સામે ઊભાં રહ્યાં કે એને ફાંસીને માંચડે લટકાવી દીધો.
કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે સિફારસ ચાલે નહિ, કદાચ પુણ્ય તપતું હોય અગર ક્રિયમાણ કર્મ પાકતાં વાર લાગે તે દરમિયાન જગતની દષ્ટિએ ગુના કરવા છતાં ફાવી જતો લાગે, પણ સંચિત કર્મો લાગ આવે પાકીને પ્રારબ્ધ થઈને સામાં આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય.
માટે કર્મ કરતાં પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ. કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા ખોટાં ફાંફાં મારવાં નહિ. પરંતુ જ્યારે તે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને સામું આવે ત્યારે તેને સામી છાતીએ સહર્ષ ઝીલી લેવું અને ભોગવી લેવું. નહિ તો હસતે હસતે કરેલાં પાપ રોતે રોતે પણ ભોગવવાં પડશે જ.
રાજા પરીક્ષિત મહાજ્ઞાની, વિદ્વાન અને સંસ્કારી હતો. પરંતુ તેનાથી એક મહાન પાપ થઈ ગયું. ક્રોધના આવેશમાં એક નિરપરાધી ઋષિના ગળામાં એણે મરેલો સાપ પહેરાવી દીધો. રાજ ઘેર આવીને શાંત થતાં જ તેને તેના દુષ્કૃત્યનો ખ્યાલ આવી ગયો અને તે પોકારી ઊઠ્યો :
અહો મયા નિચમનાર્યવત્ કૃતમ્
નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસિ | અરેરે ! મારાથી ભયંકર નીચ કર્મ થઈ ગયું. આ ક્રિયમાણ કર્મના ફળસ્વરૂપે તક્ષક નાગના કરડવાથી મરણ પામવાનું તેનું પ્રારબ્ધ નિર્માણ થયું. પરંતુ આ ફળ ભોગવવામાંથી છટકવા તેણે લાગવગ લગાડવાનો અગર તો પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. તેણે ભગવાનને એવી પ્રાર્થના ન કરી કે હે ભગવાન શ્રીકૃષ્ણ ! મારો દાદો અર્જુન અને તમો બન્ને મામા-ફોઈના દીકરા ભાઈ થતા હતા. વળી તમો બંને સાળા-બનેવી થતા હતા, તે હિસાબે તમો મારા ઘણા નજીકના સગા થાઓ છો. વળી મારો દાદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org