________________
કર્મનો સિદ્ધાંત
પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે આગળનો માણસ ઢળી પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો. આ દૃશ્ય જજે નજરોનજર પ્રત્યક્ષ જોયું. ખૂની ભાગી ગયો, તેને પણ સેશન્સ જજે બરાબર ઓળખી લીધો.
સેશન્સ જજ ઘેર આવ્યા. પણ આ બનાવની કોઈને કશી વાત કરી નહિ. કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો તેમની કોર્ટમાં જ આવવાનો હતો. પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ. છ મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ. ખૂનનો કેસ દાખલ કર્યો. સેશન્સ જજે જોયું તો ખરેખરો ખૂની તેમણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો તેને બદલે કોઈ બીજા જ ભળતા માણસને પોલીસે તહોમતદાર તરીકે રજૂ કરેલો.
પછી કેસ ચાલ્યો, જડબેસલાક પુરાવા પડ્યા અને બનાવટી તહોમતદાર ખરેખર ખૂની સાબિત થયો. સેશન્સ જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તહોમતદાર ખરેખર ખૂની નથી પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું પડે. તેમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહિ. એટલે બનાવટી તહોમતદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવવાની સેશન્સ જજને ફરજ પડે તેમ હતું. પરંતુ આ સેશન્સ જજ પ્રખર વેદાન્તી અને ઈશ્વરના કર્મના કાયદાના પાકા અભ્યાસી હતા. તેમને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય છે અને નિર્દોષ બનાવટી તહોમતદાર માર્યો જશે. એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતાં પહેલાં સેશન્સ જે પેલા બનાવટી તહોમતદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.
૧૩
બનાવટી તહોમતદાર રડી પડ્યો અને કહ્યું કે, હું તદ્દન નિર્દોષ છું, મેં ખૂન કર્યું નથી અને હું ખોટો માર્યો જાઉં છું. કારણ કે પોલીસને સાચો ખૂની જડ્યો નહિ, તેથી મને પહેલાંના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવો ઊભો કરી દીધો છે અને કોર્ટની દૃષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું.
સેશન્સ જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું. સાચો ખૂની મેં નજરોનજર જોયો છે. તેને હું ઓળખું છું, અને તું નિર્દોષ છું તે પણ હું બરાબર જાણું છું. પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી. કાયદો પુરાવાના આધારે ચાલે છે. અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તને કાયદેસરનો ખૂની ઠરાવીને ફાંસીની સજા કરીશ. પરંતુ ઈશ્વરે બનાવેલ કર્મના કાયદામાં ક્યાંક ગફલત તો નથી થઈને તેની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે. હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહિ. મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તેં કોઈ વખત કોઈનું પણ ખૂન કરેલું ખરું ?
બનાવટી તહોમતદારે ગળગળા સાદે ઈશ્વર માથે રાખીને સાચેસાચું કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org