________________
કર્મનો સિદ્ધાંત
અર્જુન તમારો પરમપ્રિય ભક્ત હતો અને તેમનો રથ પણ તમે હાંકેલો અને ખુદ મારી પણ તમોએ ગર્ભવાસમાં રક્ષા કરેલી, માટે આપ સર્વશક્તિમાન હોવાથી આપની લાગવગથી મને મારા ગુનાની શિક્ષા ન મળે તેવું કરો. જીવનમાં આ મારો પહેલો જ ગુનો છે અને ભવિષ્યમાં ફરીથી આવો ગુનો હું કદી નહિ કરું તેનું સોગંદનામું કરું છું. માટે આટલો વખત મને જતો કરો તો હું આપ કહેશો તેટલો અઢળક ખર્ચો કરીને આપ ખુશ થાઓ તેટલો ધર્માદો કરીશ. ભગવાન પાસે લાગવગશાહી કે લાંચરુશવતખોરી કર્મના કાયદાના અમલમાં ના ચાલે. પરીક્ષિત મોટો રાજા હતો અને તેના રાજ્યની સુપ્રિમકોર્ટ પણ તેને સજા ફરમાવી શકે તેમ નહોતી, છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે તહોમતનામું પોકાર્યું અને સખત શિક્ષાની માંગણી કરી. (તમો નસીબદાર હો અને બાપદાદાએ ઘરમાં શ્રીમદ્ ભાગવતનું પુસ્તક વસાવ્યું હોય અને છાજલીમાં પડ્યું પડ્યું ધૂળ ખાતું હોય તો તે પુસ્તક છાજલીથી ઉતારીને ધૂળ ખંખેરી નાખી ઉઘાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે તહોમતનામું ફરમાવીને શું શિક્ષાની માંગણી કરે છે.) મહર્ષિ વ્યાસ પરીક્ષિતના બોલેલા શબ્દો નીચે પ્રમાણે લખે છે :
અહો મયા નીચમનાર્યવતું કૃતમ્ નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસિ |
અરેરે મેં એક નિરપરાધી બ્રાહ્મણ સાથે ઘણું જ નીચ અધમ કૃત્ય કર્યું, અને મારાં કરેલાં ક્રિયમાણ કર્મોનાં પરિણામે મારા પાપના નાશ માટે તાકીદે મને સખત શિક્ષા થાઓ. જેથી કરીને ભવિષ્યમાં હું અગર મારો દાખલો લઈને બીજો કોઈ રાજ, આવો નીચ ધંધો કરે નહિ.
ધ્રુવં તતો મે મૃતદેવહેલનાતુ, દુરત્યય વ્યસન નાતિદીર્થાત્ તદસ્તુ કામ વધનિષ્કિાયમે, યથા ન કર્યા પૂરેવમદ્ધા છે અધેવ રાજ્ય બલમૃદ્ધકોશ, પ્રકોપિતબ્રહ્મકુલાનલો મે દહતુ અભદ્રસ્ય પુનર્નમેડભૂત, પાપીયસી ધીઃ દ્વિજદેવગોભ્યઃ |
અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં મારું આખું રાજ્ય, બળ, સમૃદ્ધિ, કોશભંડારો વગેરે તાત્કાલિક બળીને ખાખ થઈ જાઓ કે જેથી કરીને બ્રાહ્મણો, દેવો, ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ના સૂઝે.
પરીક્ષિતે પોતાના ક્રિયમાણ કર્મનું ફળ-પ્રારબ્ધ સામી છાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામ્યો. તેણે કર્મના ફળમાંથી છટકવા લાગવગશાહીનો ઉપયોગ ના કર્યો, ઉપયોગ કર્યો હોત તો પણ કર્મ ફળ આપ્યા સિવાય છોડતા નહિ. ૮. ધરમીને ઘેર ધાડ, અધર્મીને ઘેર વિવાહ :
કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી પાર ઊતરણી - “જો જસ કરઈ સો તસફલ ચાખા.” પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org