________________
કર્મનો સિદ્ધાંત
આપણાં બધાંનો પ્રત્યક્ષ અનુભવ એવો છે, અને આપણે નજરોનજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે. અધર્મ, અનીતિ કરે છે, કાળાંબજાર-લાંચરુશવત કરે છે તેને ઘેર બંગલા, મોટર વગેરે સુખસમૃદ્ધિ હોય છે. આવું જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કાંઈક ગરબડ હોય તેવું લાગે છે, અને તેથી સુખ મેળવવાની આશામાં, આપણે પણ અનીતિ-અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ. આ એક ભયંકર ગેરસમજ છે. પુણ્યનું ફળ હંમેશાં સુખ જ હોય અને પાપનું ફળ હંમેશાં દુઃખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તો તે સુખ તેનાં હાલનાં પાપકર્મોનું ફળ નથી. પરંતુ તેણે પૂર્વે કરેલાં પુણ્ય કર્મો જે સંચિતમાં જમા પડ્યાં હતાં તે પાકીને પ્રારબ્ધરૂપે તેને સુખ આપતાં હોય છે અને હાલનાં પાપકર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે. પરંતુ જ્યારે તેનાં પૂર્વેનાં પુણ્યકર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તરત જ તેનાં પાપકર્મોનું પાકેલું ફળ દુઃખ) પ્રારબ્ધરૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવાવશે. જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે, ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરાતાં પાપકર્મો હુમલો કરતાં નથી.
કબીરા તેરા પુચકા, જબ તક હૈ ભંડાર,
તબ તક અવગુણ માફ હૈ, કરો ગુનાહ હજાર. પરંતુ, પુણ્ય પૂર્વેનું ખાતાં હમણાં સૂઝે છે તોફાન,
પણ એ ખર્ચ ખૂટે કે આગળ વસમું છે મેદાન.
જીવડા માન માન રે માન, હજીએ કેમ ના આવે સાન.
જ્યારે હાલમાં ન્યાયનીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે. પરંતુ તેનું હાલનું દુઃખ તેણે પૂર્વે કરેલાં પાપકર્મો સંચિત કર્મોમાં જમા થયેલાં તે પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ઊભેલાં છે તેથી તે દુઃખી છે. હાલમાં ન્યાયનીતિથી કરેલાં કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રારબ્ધરૂપે આવીને તેને જરૂર મળશે જ. એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને ન્યાયનીતિ છોડીને અધર્મનું આચરણ ન જ કરવું.
ગામડાંમાં અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ હોય છે. તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠીની નીચે એક બાકોરું હોય છે તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે. હવે હાલમાં તમો તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાંખતા હો તો પણ કોઠીના નીચેના બાકોરામાંથી ઘઉં જ નીકળે અને હું હાલમાં મારી કોઠીમાં ઉપરથી ઘઉં નાંખતો હોઉં તો પણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org