________________
કર્મનો સિદ્ધાંત
ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે :
કર્મ પ્રધાન વિશ્વ કરિ રાખા
જો જસ કરઈ સો તસ ફલ ચાખા આ આખું વિશ્વ, કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે. છે અને તેમાં જરા પણ ગરબડ નથી.
આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કોઈનો કોઈ અપવાદ exception to the Rule Proviso વગેરે હોય છે. પરંતુ કર્મના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. ખુદ ભગવાન રામના બાપ થતા હોય તોપણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું. તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કહી શકે કે રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદરૂપે હું તેમને ૧૪ વરસનું extension આપીશ. નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મ પણ જ્યારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી. જરા પણ બાંધછોડ કે લાગવગશાહી નથી, કોઈ અપવાદ નથી, એ કાયદાની ખાસ ખૂબી છે. હવે આ કર્મના કાયદાને ઉઘાડીને વાંચીએ. ૩. કર્મ એટલે શું?
સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. આપણે જે કોઈ કામ (ક્રિયા) કરીએ છીએ તે કર્મ કહેવાય. ખાવું-પીવુંનાહવું-ધોવું-ચાલવું, ઊભા રહેવું, નોકરી કરવી – ધંધો કરવો, વિચારવું - ના વિચારવું, વેપાર કરવો, ઊંઘવું-જાગવું, જોવું - સાંભળવું, સુંઘવું – ના સુંઘવું, સ્પર્શ-અસ્પર્શ, બોલવું - શ્વાસોચ્છવાસ લેવા-મૂકવા, જન્મવું, જીવવું - મરવું ઈત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે :
(૧) ક્રિયમાણ કર્મ, (૨) સંચિત કર્મ, (૩) પ્રારબ્ધ કર્મ ૪. ક્રિયમાણ કર્મ:
માણસ સવારે જાગે અને ઊઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે જે કર્મ કરે તે ક્રિયમાણ કર્મ કહેવાય. સવારથી સાંજ સુધી, સોમવારથી રવિવાર સુધી, પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી, કારતક સુદ એકમથી આસો વદિ અમાસ સુધી, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી, માણસ જે જે કર્મ કરે, તે તમામ ક્રિયમાણ કર્મ કહેવાય. આવાં જે જે ક્રિયમાણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે પછી જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org