Book Title: Jambudwip Laghu Sangrahani
Author(s): Vijayodaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 36
________________ (૩૧) પર યાત્રા પણ પગપાળા ચઢીને જ કરતા. એ યાત્રામાં આઠ આઠ કલાક પસાર થઈ જાય, તડકા પડે, ભૂખ-તરસની પંચાત પણ ખરી, પણ તપસ્યાથી કાયાને એવી તે કસેલી, પરિષહ અને પરિશ્રમ માટે સક્ષમ બનાવેલી કે યાત્રા નિરાબાધપણે થઈ જતી. એક વખત શ્રીવિજયપ્રેમસૂરિજી મહારાજ સ્ટ્રેચરમાં બેસીને યાત્રા કરી પાછા ફરતા હતા ત્યારે શ્રીવિજયેદયસૂરિજી મહારાજ ચડી રહ્યા હતા. વિનતિ થઈ કે આપ સ્ટ્રેચરમાં ઉપર પધારે, હું ઊતરી જઉં. પણ આ પૂજ્ય તે માટે ધરાર ઈન્કાર કર્યો. સં. ૨૦૨૦ના વર્ષ સુધી તે દસ તિથિના ઉપવાસ અચૂક કરતા. એ પછી પક્ષાઘાત અને હૃદયરોગના હુમલાને લીધે ઉપવાસ કરવાની ડેકટરો તરફથી મનાઈ થઈ ત્યારે કઈ નાના મોટા સાધુને ઉપવાસાદિ કરતાં જુએ, સાંભળે તે તક્ષણ હાથ જોડે ને કહે કે હ: અભાગી છું કે આવા દિવસે પણ ઉપવાસ ચૂકું છું. તમે બડભાગી છે, કે આવી આરાધના કરે છે. • '. કેટલું લખવું? અટકવાનું મન નથી થતું. હજીએ લખે જ જવાનું ગમે છે. તેઓ એક એવા વિશિષ્ટ પુરુષ હતા કે જેમ જેમ તેમના પ્રસંગે સાંભરે છે તેમ તેમ તેમની આત્મજાગૃતિ અને ધર્મ દઢતા પ્રત્યે વધુ ને વધુ બહુમાન જાગતું જાય છે. એમનું જ્ઞાન અપ્રતિમ હતું. માત્ર વિનય દ્વારા મેળવેલી જ્ઞાનદશાએ એમનામાં ગીતાર્થતા અને ગીતાર્થ સુલભ ગંભીરતા એવી તે પ્રગટાવેલી કે એમના આ ગુણને કારણે એમની સરખામણી ફકત “અન્તઃ સલિલા સરસ્વતી સાથે જ કરી શકાય. એમની ધર્મદઢતા અને ભવભીરુતા અનુત્તર હતી. અને એમનું ચારિત્ર? ચારિત્રની એમની શુદ્ધિ અને અપ્રમત્તતાથી પૂર્ણતઃ પ્રભાવિત એવા પૂ. આ. શ્રીવિજયકસ્તૂરસૂરિજી મહારાજે એકવાર કહેલું કે “ઉદયસૂરિ મહારાજની ચારિત્ર-શુદ્ધિ જોતાં યૂલિદ્રજીની યાદ આવે.” એમની ગુરુભકિતને કારણે સમકાલીન સાધુસમુદાયમાં તથા સંઘમાં તેઓ ગુરુ ગૌતમની ઉપમા પામ્યા હતા. બહુશ્રત અને અનુગધર આચાર્ય બન્યા પછી પણ, પિતાનાં માનની, પદની, જ્ઞાન અને સ્થાનની લેશ પણ દરકાર રાખ્યા વિના, એક અદના-નવદીક્ષિત સાધુની જેમ જ, અહર્નિશ ગુરુપદ-સેવામાં હાજર રહેવું, એ એમના જેવા અતુછ અને પરમવિનયી શિષ્યરત્ન માટે જ શક્ય. નહિ તે આચાર્ય બન્યાના ચાલીસ વર્ષ પછીયે, ગુરુભગવંતનાં કઠોર વચનો અને ઠપકાઓને પણ “જી સાહેબ” કહીને ઝીલવા અને એમના આદેશનું અનુસરણ કરવું-એ પરિપકવ જ્ઞાનદશા વિના કેવી રીતે શકય બને? સં. ૨૦૨૬ના વૈશાખ વદિ ૧૧ના દિવસે એમનો કાળધર્મ ભાવનગરમાં થયો, ત્યારે ગીતાર્થોની રહસ્યમય પરંપરાને અંતિમ સિતારે આથમી ગયો. એમની જન્મશતાબ્દી સં. ૨૦૪૪માં આવી, ત્યારે વર્ષોથી સાચવી રાખેલી એમની પ્રસ્તુત ટીકાત્મક ગ્રંથરચનાનું પ્રકાશન કરવાની વૃત્તિ પ્રબળ થઈ આવી. શાસનના સ્તભ અને સમુદાયના શિરમેર મહાપુરુષને, આવા નિમિત્તે યાદ કરવાનું અને એમનું ગુણકીર્તન કરવાનો મોકો મળ્યો એ પણ એક ધન્યતા છે. એ પુણ્યપુરુષના ચરણેમાં અગણિત વંદન! -શીલચન્દ્રવિજય ૨૫-૧૧-૮૮

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154