________________
સમતા. ને પિતે કરું, અને જે કંઈના જોવામાં આવું તે મારી પ્રતિષ્ઠની મેટી હાનિ થાય, માટે કોઈને કાંઈ દ્રવ્ય આપી આ કામ કરાવું.” આ નિશ્ચય કરી તે એવા અગ્નિ મૂકી લાહ્ય કરનારા નીચ લેકોની તપાસ કરવા લાગે. પણ કોઈ તે માણસ તેને મળે નહીં જ્યારે ગામમાં તે માણસ મળ્યા નહીં એટલે કેઈ જંગલી માણસને શોધવાને તે વનમાં ગયે, વનમાં થોડે દૂર જતાં કે જ્ઞાની મુનિ તેને સા મા મળ્યા. તે મુનિને જોઈ શિવચંદે મનમાં વિચાર્યું કે, આ કોઈ સાધુ મંત્રતત્ર જાણનારા હશે. તે જે મને કોઈ એ મંત્ર આપે કે જેથી મારા હરીફને માલ બળી ભસ્મ થઈ જાય. આવું વિચારી તેણે મુનિને વંદના કરી. મુનિએ તેને ધર્મલાભની આશિષ આપી. ૫છી તેણે અંજલિ જોડી કહ્યું કે, મહારાજ, મને કૃપા કરી દુઃખમાંથી મુક્ત કરે. મુનિએ કહ્યું, ભાઈ, તારે શું દુઃખ છે?
શિવચંદ્ર–મારે એવું દુઃખ છે કે, જે દુઃખ કઈને કહી શકાય તેવું નથી.
મુનિ–કહ્યા વિના તેને ઉપાય શી રીતે થઈ શકે?
શિવચંદ્ર-મહારાજ, સાંભળે ત્યારે હું એક વેપારી છું મારા વેપારની સાથે બીજા કેટલાક વેપારી હરીફાઈ કરનારા છે. તે છતાં હું સર્વની સાથે સ્પર્ધા કરી શકું તે છું; પણ હાલમાં એવું બન્યું છે કે, મારા એક બે હરીફાઇની દુકાને જે કરીયાણું છે, તેના ભારે ભાવ વધી પડ્યા છે, તેથી તેઓને ઘણેજ લાભ આવશે. એથી મને ભારે ચિંતા થઈ પડી છે. જે મારા હરીફે ઘણે નફે મેળવશે તે પછી તેઓ મને વેપારમાં દબાવી દેશે, માટે આપ કૃપા કરી તેને ઉપાય બતાવે. - મુનિ–જરા હસીને, ભાઈ, તેઓ વધારે લાભ લે તેમાં તને શેનું દુઃખ થશે.?
શિવચંદ્ર–તેઓ મેટા ધનવાન થઈ જાય તેથી.
મુનિ–એમાં દુઃખ શાનું થાય ? જે વધારે ધનવાનું થાય તે વધારે પરિગ્રહી કહેવાય, અને તેથી તેઓ તારા કરતાં પણ વધારે દુખી થશે.
શિવચ–તેનું શું કારણ? - મુનિ–સાંભળ, માણસને જેમ જેમ વધારે પરિગ્રહ થાય છે. Sh. K. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com