Book Title: Jain Shashikant Author(s): Lalan Niketan Publisher: Lalan Niketan View full book textPage 9
________________ - . . . ' . દ્વિતીયબિંદુ-સમતા. " क्रूरकर्मसु निशंकं देवतागुरुनिदिषु आत्मशंसिषु योपेका तन्माध्यस्थ्यमुदीरितम्" ॥ अध्यात्मकल्पद्रुम. અર્થ–નિઃશંકપણે દેવ તથા ગુરૂની નિંદા કરનારા, કૂરકામ આચરનારા, અને પિતાની પ્રશંસા કરનારા, અધમ પુરૂષ ઉપર જે ઉ. પેિક્ષા રાખવી, તે માધ્યઐ--સમતા કહેવાય છે. વ્ય—હે દયાળુ ગુરૂ મહારાજ, મે જૈનશાસ્ત્રમાં ઘણી વાર વાંચ્યું છે, અને સાંભવ્યું છે કે, આ જગતમાં જે સમતાગુણ ધારણ કરે, તે ઉત્તમ કહેવાય છે. અને સમતાને ધારણ કરનારા મનુષ્ય ઉત્તમગતિને પાત્ર થાય છે. પણ આ સંસારને વ્યવહાર એ છે કે, સંસારી મનુષ્યથી સમતા રહી શકતી નથી. જેઓની અંદર કાંઈ પણ દેષ હોય, અથવા જેઓમાં ક્રૂરતા વગેરે દુર્ગુણો દેખાતા હોય, તેઓની ઉપર સમતા શી રીતે રહી શકે? તે આપ કૃપા કરી સમતાને ઉત્તમ ગુણ ધારણ કરવાનો ઉપાય બતાવે છે, જેથી સંસારી જીવ સમતાને પાત્ર બની આ લેક તથા પરેકનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે. ગુરૂ ઉત્તર આપે છે. હે શિષ્ય, સાંભળ. સમતાને અર્થ સમાન દષ્ટિ રાખવી એવો થાય છે. પિતાને કે પારકે એવી ભેદ બુદ્ધિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 318