________________
સ્નેહીને પત્ર દ્વારા મળીએ છીએ તેથી અધિક ભક્ત કવિઓએ તે મહાવિદેહમાં બિરાજમાન સિમંધર સ્વામીને પત્રો લખ્યા છે. તેમાં ભક્તની ભક્તિ તો ખરી. તેની સાથે સેવક - દાસ એવા ભક્તના ઉદ્ગારની આર્ટ વિનંતી પત્રમાં સ્થાન પામી છે.
સાધુ જીવન વ્યવહારને લગતાં પત્રો સામાન્ય કક્ષાના માહિતીપ્રધાન છે તેમાંથી કોઈ આધ્યાત્મિક કે જૈન દર્શન વિષયક માહિતી ઉપલબ્ધ નથી.
જીવ ચેતના કાગળ અને આત્મબોધ પત્રિકા પત્રના આકાર કરતાં વધુ વિસ્તૃત છે પણ તેમાં આધ્યાત્મિક વિચારોનું નિરૂપણ હોવાથી વાચકવર્ગને વધુ પ્રેરક બને તેવા છે. વળી તેની રૂપકાત્મક અભિવ્યક્તિ અને દાર્શનિક વિચારસૃષ્ટિને કારણે આ પત્ર દષ્ટાંતરૂપ બને છે.
મધ્યકાલીન પરંપરાને અનુસરીને લખાયેલા પત્રોમાં પત્ર સ્વરૂપની વફાદારી જોવા મળતી નથી. પત્રને અનુરૂપ આરંભ, સંબોધન, અંત જોવા મળે છે પણ વસ્તુ વિશ્લેષણ વિસ્તારયુક્ત હોવાથી દીર્ઘકાવ્યની કક્ષાના છે. ગદ્ય અને પદ્ય એમ બે પ્રકારના પત્રો છે. ગદ્યમાં લખાયેલા પત્રો પત્ર સ્વરૂપને અનુસરે છે અને મુદ્દાસર વિચારો વ્યક્ત થયા છે તેમ છતાં રચના સમય મહિનો તિથિનો તેમાં ઉલ્લેખ જોવા મળે છે. સમકાલીન પ્રણાલિકાના પ્રભાવથી આવી સ્થિતિ સર્જાઈ છે.
પત્રોની ભાષામાં અપભ્રંશ પ્રભાવ વિશેષ છે તો તેની સાથે ગુજરાતી ભાષાનો પ્રયોગ સફળ રીતે થયો છે.
મધ્યકાલીન પત્રોમાં જોવા મળતી ભાષાકીય વિલક્ષણતાઓ )
મધ્યકાલીન લેખ/પત્રની ભાષા પ્રાકૃત, અપભ્રંશ અને જૂની છે ગુજરાતી ભાષાના મિશ્રણવાળી છે. અજિતસેન-શીલવતી લેખ, શ્રી વિજયસેનસૂરિ લેખ, વિરહિણી લેખ અને સીમંધર સ્વામી લેખ
૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org