________________
“વાહલા' હે પ્રભુ, આપના ગુણ ગાતાં જાણે કે મુખમાંથી અમૃત ઝરે છે એવો ઉત્તમ ભાવ મારા હૈયામાંથી પ્રગટે છે. આરંભની કડીથી જ ગુણગાનનો નિર્દેશ થયો છે અને અંતે લેખ લખ્યો છે એમ સ્પષ્ટ જાણવા મળે છે. રાતદિવસ તમારાં ગુણગાન ગાતાં સ્વપ્નમાં પણ આપનું દર્શન થાય તો અપૂર્વ હર્ષ થાય. પણ નસીબ વાંકું છે એટલે દર્શન થતું નથી. અને રાત વીતી જાય છે. કવિ એક જ કડીમાં હર્ષ અને શોકનો ભાવ એક એક પંક્તિમાં વ્યક્ત કરીને ભક્ત હૃદયની આંતરભાવનાને વાચા આપી છે. જબ સુપન માંહિ તું મિલિ, તબ હર્ષ હોઈ ન માઈ, હૈ હૈ રે દેવ અટારડું વડારેણી રમણી વિહાઈ.
મહાવિદેહક્ષેત્રમાં ભરતક્ષેત્રના માનવી પહોંચી શકતા નથી એટલે અન્ય કવિઓ પણ પક્ષીની પાંખની કલ્પના દ્વારા ઊડીને આવી આપનાં દર્શન કરવાની ભાવના વ્યક્ત કરે છે તે પ્રમાણે કવિ કહે છે કે રે સૂડિલા તોરી પાંખડી, મુઝ આપિ કરિ ઉપગાર | નયણ સંતોષ જઈ કરું ન ખમાઈ વેધ વિકાર. || - હે પ્રભુ, આપના દર્શનના વિરહથી ઝૂરીને વિરહાગ્નિથી મારું શરીર દુબળું થઈ ગયું છે. સમર્પણશીલ ભક્તિ ભાવના હોય ત્યારે ભક્તની આવી સ્થિતિ થાય તે સ્વાભાવિક છે.
કવિના શબ્દો છે મનમાંહિગુણ છાના વસઈ, ઘણ અબ મોહિજિમ મોટું ચિત્ત કોઈ, ખિણિ ખિણિ દુબલું થાઈ મોરું તન રે વાહલા તું ||૭||
પ્રભુના વિરહમાં ભક્ત વિલાપ કરે છે તેની દૃષ્ટાંતો દ્વારા છે ૨ અભિવ્યક્તિ કરીને નામ સ્મરણનો મહિમા પ્રગટ કર્યો છે. છેકિમ વસઈ તૂ પરદેસડઈ એ ભજીભુજમન ભ્રાંતિ, આ નવિ નીસરઈ મન બાહિરિઈ મુજ સુહણાઈ રે ખંતિવા. ||૧૦||
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org