Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 177
________________ જાણવા મળે છે. પ્રભુ ભક્તિનો નિર્દેશ કરતો પાંચ ગાથાનો આ પત્ર જૈન સાહિત્યની વિવિધતામાં નોંધપાત્ર છે. નેમ-રાજુલના જીવનના પ્રસંગોને એક યા બીજી રીતે ગદ્ય પદ્યમાં સ્થાન આપવામાં આવ્યું છે તે ઉપરથી એમ જાણવા મળે છે કે એમના જીવનનો સમાજના લોકો પર વિશેષ પ્રભાવ પડ્યો હતો. અર્વાચીન કાળમાં પણ આવી સ્થિતિ છે. ‘લેખ લખ્યો છે' જેવા શબ્દોથી લેખ-પત્ર લખ્યાનો અર્થ પ્રગટ થયો છે. નેમજીનો કાગલ (કવિ માન વિજય) નેમજી કાગલ મોકલે, લેજો રાજુલનાર, હવે અમે સંજમ લેઈશું, જોવા આવો અમ સાથે પછી કેશો જે કહ્યું નહિ, આઠ ભવની છે પ્રીત વરતા, વાલિમ વારજો એ છે ઉત્તમ રીતે. લેખ લખ્યો છે રાજિમતી, જઈ રહ્યા ગઢ ગિરનાર, સ્વામી હાથે સંજમ લહ્યો, ઉપનો કેવલજ્ઞાન. અમે છીએ ગઢ ગિરનારનાં, લખજો સહેસારવેન તિહાં તમે વહેલા પધારજો, અમ મુકામ. હીરવિજય ગુરૂ હીરલો, માન કવિ ગુણ ગાય, એ રે સ્તવનો અમને ગમે, સહુના પૂરજો કોડ. ઈતિ નેમજીનો કાગલ. Jain Education International ||૧|| For Private & Personal Use Only ||૨|| 11311 ||૪|| પત્ર સં. ૧૬૮૧ એટલે કે ૧૭મી સદીના છેલ્લા તબક્કામાં લખાયો છે. તેમાં ગુરૂપરંપરાના ઉલ્લેખ દ્વારા ગુરૂભક્તિનો ખ્યાલ આવે છે. પત્રની વિગતો શાસ્ત્રીય આચાર અને વિધિને વફાદાર રહેવાની સાથે સંબંધ ધરાવે છે. પત્ર સ્વરૂપને અનુરૂપ સંક્ષિપ્ત માહિતી દર્શાવતો આ પત્ર નમૂનેદાર છે તેમાં સંસ્કૃત ભાષાના શબ્દ પ્રયોગો ૧૬૬ ||૫| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202