Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 190
________________ ઝીં૪ ઝણણણ ૪ ઝિંગડદાં ૪ દાંદાંગડ ૪ દાગડદાં ૪ ધનીકટદાં ૪ વિધિનિક ૪ ધનકટધાં ૪. પૃ. ૫ (પૂર્વાદ્ધ) આઈ ધીધીધીસઈદાંનાંવાજે કવિનર કહે શ્રીમંદિરજિનકીયું વિધિનોવતવાજે ।। ઈતિ શ્રી સીમંધિ૨ સ્વાંમ ફરદી સંપૂર્ણ ।।૧।। સંવત્ ૧૮૯૦ ફાગણ સુદિ ૧૪ લિ. બ્રાહ્મણનાથુરામ || અજમે૨ગઢનયરે શુભં ભવતુઃ ।। શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ।। ૧૫. જીવ ચેતના કાગલ મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે ‘લેખ’ શબ્દ પ્રયોગ થયો છે. મોટાભાગની કૃતિઓ પદ્યમાં ઉપલબ્ધ થાય છે. સજ્જન પંડિતનો જીવ ચેતના કાગલ ગદ્યમાં રચાયો છે તે ઉપરથી મધ્યકાલીન ગદ્ય શૈલીનો પરિચય થાય છે. સજ્જન પંડિત ૧૮ સદીની કવિ હતા. આ કવિએ સ્થૂલિભદ્ર કોશા કાગલ છ કડીમાં રચ્યો છે તે હસ્તપ્રત ઉપરથી તૈયાર કરીને પ્રગટ કર્યો છે. એમની બીજી કૃતિ જીવ ચેતના કાગલ છે તેની માહિતી નીચે પ્રમાણે છે. શીર્ષક ઉ૫૨થી જ ‘કાગલ’ ની માહિતીનો ખ્યાલ આવે છે. સાંપ્રદાયિક સાહિત્યમાં બોધ-વચન-ઉપદેશ મહત્વનું અંગ ગણાય છે. તેમાંય ધર્મને તેની સાથે ગાઢ સંબંધ છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો આત્મા પૂર્વસંચિત કર્મોને કારણે ભવભ્રમણ નિવારી શકતો નથી પણ સદુપદેશ પામી જાય તો ભવભ્રમણ ટાળવાનો માર્ગ પ્રાપ્ત થાય છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને આત્માને ઉદ્દેશીને જીવ ચેતના કાગલની રચના થઈ છે. પત્ર શૈલીને અનુરૂપ પ્રારંભમાં લેખક જણાવે છે કે ‘સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, શ્રી મનુષ્ય ભવ મહાશુભ સ્થાને, ભાવનગર Jain Education International ૧૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202